સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રી બની લોહિયાળ: ચાલુ ગરબામાં સામાન્ય બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા

રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢમાં નવરાત્રી દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. નવરાત્રીમાં જ ખૂની ખેલી ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અહીં રહેતા એક 22 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ગરબા દરમિયાન હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં વિઠ્ઠલગઢ ગામ આવેલું છે. વિઠ્ઠલગઢ ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. ગામના લોકો એકત્ર થઈને ગરબા રમી રહ્યા હતા તે જ સમયે યુવકની હત્યા થવાથી આખા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. અહીં રહેતા 22 વર્ષીય વિજય લોરિયાની હત્યા કરવામાં આવી હતી. ગામમાં જ રહેતા એક યુવકે ગરબા દરમિયાન મૃતક વિજય પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલાખોરે વિજયને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધુ હતુ. હુમલા બાદ વિજય લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

હત્યા બાદ હુમલાખોર ફરાર
હત્યાની ઘટનાના પગલે ગામના તમામ લોકો દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધીને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ, હત્યા બાદ નાસી છૂટેલા હુમલાખોરને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, હુમલાખોર અને મૃતક એક જ સમાજના છે. પોલીસને આશંકા છે કે, કોઈ જૂની અદાવતમાં હુમલાખોરે આ હત્યા કરી છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ જ હત્યાનું સાચુ કારણ સામે આવશે. જો કે, હાલ તો પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો