AAPના કોર્પોરેટર ભાજપમાં જોડાતા સાથી કોર્પોરેટરોએ વોર્ડમાં ફરીને લાઉડ સ્પીકરમાં લોકોની માફી માગી

સુરતમાં વોર્ડ નં 8 ડભોલી-સીગંણપોર વિસ્તારના આપના કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા આમ આદમી પાર્ટી સાથે વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેથી હવે તેમના સાથી કોર્પોરેટરો તેમના મત વિસ્તારમાં ફરીને લાઉડ સ્પીકરમાં લોકોની માફી માગી રહ્યા છે. તેમના સાથી કોર્પોરેટરો દ્વારા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે સૌ મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપીને વિજય બનાવ્યા હતા. પરંતુ જ્યોતિકા લાઠીયા તેમના સાથે અને પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકોની વચ્ચે જવાની શરૂઆત કરી છે. વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો લાઉડ સ્પીકર લઇને ફરી રહ્યા છે.

મતદારો વચ્ચે જઇ માફી માંગવા ફર્યા
જ્યોતિકા લાઠીયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતાની સાથે જ વોર્ડ નંબર 8માં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. જ્યોતિકા લાઠીયાના બેનર ઉપર ગદ્દાર લખીને આમ આદમી પાર્ટીના અન્ય કોર્પોરેટરો પોતાના મત વિસ્તારમાં ફરી રહ્યા છે. જ્યોતિકા લાઠીયા ભાજપમાં જોડાય જતા મહાનગરપાલિકાની ચૂંટણીના સાથી ઉમેદવારો વિજય ધેલાણી, ધનજીત વિરાસ અને રંજના ચૌધરી મતદારો વચ્ચે જઇ માફી માંગવા ફરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકોનો સંપર્ક કરીને જનહિતના કોઇપણ કામ હોય તો અમારો સંપર્ક કરજો એવું અભિયાન ચલાવી રહ્યા છે.

પોતાની છબીને વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસો
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને ભાજપ પોતાની તરફ આકર્ષવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે તે જગજાહેર છે. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિઓને સંપર્ક કરતા હોવાનો આક્ષેપ કરતા રહ્યા છે. તેવા સમયે પણ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર ખૂબ જ પ્રામાણિક છે એ પ્રકારના નિવેદનો વિરોધ પક્ષના નેતા કે આપના હોદ્દેદારો સતત રટણ કરતા હતા. પરંતુ આજે જ્યારે કેટલાક કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જતા હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પોતાની છબીને વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. લોકોનો વિશ્વાસ તેમનામાં બની રહે તેવા પ્રયાસો આમ આદમી પાર્ટી દ્વારા કરવાના શરૂ કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો