મોઢા પર માસ્ક અને હાથમાં મોજા પહેરી ગરીબોને ભોજન પીરસતા આ યુવાનોને જોશો તો જરૂરથી કહેશો કે, દેશનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે.

“સાહેબ સવારનું કશું ખાધું નથી. છોકરા ભૂખ્યા છે. તમે દેવદૂત બનીને આવ્યા છો.” સી.જી.રોડની ફૂટપાથ પર બેઠેલા દરિદ્રનારાયણ પરિવારનો મોભી જ્યારે આટલું બોલ્યો ત્યારે ભોજન પીરસી રહેલો અનુજ ગળગળો થઈ ગયો. અનુજે તરત જ ખીસ્સામાંથી ફોન કાઢી રૂમ-પાર્ટનરને ફોન જોડ્યો, “પાંચ-દસ થાળી વધુ બનાવજે, આગળ જરૂર પડશે…” માનવતા હજી મરી નથી અને મરશે પણ નહીં. અનુજ જેવા યુવાનો માનવતાને અમર રાખશે.

કોરોના વાયરસને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે શહેરના શ્રમિકો અને ગરીબોને ભોજન પૂરું પાડવા પોલીસ-પ્રશાસનની સાથે અનુજ જેવા લોકો પણ આગળ આવી રહ્યા છે.

22 વર્ષનો અનુજ અમદાવાદની એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ લખે છે. આ વખતે અનુજે પોતાના પગારનો હિસાબ નહીં રાખવાનું નક્કી કર્યું છે. જ્યારથી શહેરમાં લૉકડાઉન છે ત્યારથી અનુજ શહેરમાં રોજના આશરે 100 લોકોને નિયમિત રાતનું ભોજન પૂરું પાડે છે. અનુજે અન્ય 7 યુવાનોને સાથે રાખીને પણ સંકલ્પ નામની ટીમ બનાવી છે. ‘સંકલ્પ’ ટીમના સભ્યોના કોઈ સભ્ય કોલેજમાં છે તો કોઇ ખાનગી નોકરીમાં જોડાયેલું છે.

અમદાવાદમાં મિત્રો સાથે પી.જી.માં રહેતો અનુજ પોતાના પગારમાંથી અને અન્ય મિત્રો પાસેથી નાણાકીય મદદ મેળવી આ કામ કરી રહ્યો છે. કોરોનાને કારણે લૉકડાઉનની સ્થિતિમાં આ યુવાઓ તન-મન-ધનથી સેવા કાર્યમાં લાગી ચુક્યા છે. માત્ર એટલું જ નહીં ‘સંકલ્પ’ ટીમ ભોજનની સાથે લોકોને કોરોનાથી બચવાના ઉપાયો અને જાહેર સ્વચ્છતા (પબ્લિક હાઇજીન)ની માહિતી પણ આપી રહ્યા છે.

તમે વાસણા કે સી.જી રોડ ઉપર મોઢા પર માસ્ક અને હાથમાં મોજા પહેરી ગરીબોને ભોજન પીરસતા આ યુવાનોને જોશો તો જરૂરથી કહેશો કે, દેશનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. અનુજ ‘સંકલ્પ’ નામની આ મને એક સેવાભાવી સંસ્થામાં રૂપાંતરિત કરી આ કાર્ય આગળ વધારવા સંકલ્પિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો