સુરતમાં 16 વર્ષિય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી નરાધમે ભાડાના મકાનમાં પીંખી નાખી
સુરતમાં 16 વર્ષિય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. અને તેને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. તેથી કાપોદ્રા પોલીસે ભોગ બનનાર કિશોરીના માતા પિતાની ફરિયાદ લઈ નરાધમ આરોપીની ધરપકડ કરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરીને 19 વર્ષના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચારિયાની હકીકત બહાર આવી છે. પાંચ મહિના પહેલા કિશોરી પોતાના વતન ઓરિસ્સાથી સુરત આવી રહી હતી. ત્યારે જ ટ્રેનમાં આરોપી પણ સુરત ફરવા આવી રહ્યો હતો. બંને ટ્રેનના એક જ કોચ માં હોઈ આ અને સુરત આવતા બે દિવસ લગતા હોઈ તે સમય દરમિયાન આરોપીએ આ કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ત્યાર બાદ માતા પિતાની નજર ચૂકવી કિશોરીને પોતાનો મોબાઈલ નંબર આપી દીધો અને ત્યારબાદ તે કિશોરી સાથે અવાર નવાર મોબાઈલ પર વાત કરી તેને ઉંચા ઉંચા સપના બતાવી લગ્નની લાલચ આપી તેને પોતાની જાળમાં ફસાવી હતી.
અવાર નવાર અનેક વાર દુષ્કર્મ આચાર્યું
નરાધમ પહેલે થી જ હવસ ખોર હોઈ તેણે પોતાની હવસ સંતોષવા માટે તે પોતાના વતન ઓરિસ્સાથી સુરત આવી પાંડેસરા વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખી આ કિશોરીને તેના માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી ભગાઈ ગયો હતો. અને જ્યાં પાંડેસરા વિસ્તારમાં ભાડે લીધેલા મકાનમાં તેણે તેને લગ્નની વાત કરી લગ્ન પેહલા જ તેના પર અવાર નવાર અનેક વાર દુષ્કર્મ આચાર્યું હતુ.
પોસ્કો, દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ
ત્યારે પોલીસ કિશોરીની શોધમાં હોઇ અને આ કિશોરીના મોબાઈલ નંબરને ટ્રેસ કરતા કિશોરી ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં હોઈ પોલીસે ત્યાં પહોંચી તપાસ કરી હતી. જેમાં કિશોરી યુવક સાથે મળી આવી હતી. આમ યુવક કિશોરીને લઈ પોતાના વતન ઓરિસ્સા ભાગે તે પેહલા ઝડપી લીધો હતો. તથા તેના વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..