યુવક અપશબ્દ બોલ્યો તો મહિલાએ રસ્તા વચ્ચે જ યુવકને ધીબી નાંખ્યો, કહ્યું- ગામડાથી નહીં આવી.. ચાલ પગે પડીને માફી માંગ
મધ્યપ્રદેશમાં રાજગઢમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ રોડ વચ્ચે યુવકને ચપ્પલથી ઢોર માર માર્યો હતો. યુવતીએ ચપ્પલથી માર્યા બાદ પણ રાહદારીને લાતો મારી, પરંતુ તેનો ગુસ્સો ઓછો ન થયો, તેથી તેણે યુવાનને તેના પગ પર માથું રાખીને માફી પણ મંગાવી. તેણે યુવકનું નાક પણ જમીન પર ઘસેડાયું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટના સોમવારે સાંજે બની હતી. યુવતી છાપીહેડા નગરમાં જ બ્યૂટીપાર્લર ચલાવે છે. તે સાંજે સ્કૂટીથી જઈ રહી હતી ત્યારે પગપાળા જતો યુવાન રસ્તામાં તેને અથડાયો હતો. ત્યાર બાદ બંને દલીલ કરવા લાગ્યા હતા. અહેવાલ મુજબ યુવક નશામાં હતો. વાત વધતી ગઈ એટલે યુવતીએ ચંપલ કાઢીને યુવકને મારવાનું શરૂ કર્યું. લોકો પણ એકઠા થયા હતા. યુવકે હાથ જોડીને વિનંતી કરી, પરંતુ યુવતીએ માર મારવાનું ચાલૂ રાખ્યું અને કોઈએ વચ્ચે આવીને યુવકને બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો.
યુવતી પણ યુવકને માફ કરવાના મૂડમાં નહોતી. તેણે કહ્યું કે તે ગામની નથી, ઇન્દોરથી આવી છે. તેમજ યુવકને ચપ્પલથી માર માર્યા બાદ લાત મારી હતી. યુવકે માફી માંગી તો યુવતીએ પહેલા તેને કહ્યું કે તે તેના પગે પડે એનું નાક જમીન પર ઘસે. માર ખાધેલા યુવકે આ બધુ કર્યું અને હાથ જોડીને યુવતીની માફી માગી. લાંબા હોબાળા બાદ યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..