ધોરાજીના યુવાનની અનોખી સિદ્ધિ: સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે, જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવી પોતાના કૌશલ્યથી પ્રમાણપત્ર અને મેડલ પણ મેળવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

22 વર્ષની ઉંમરે સિદ્ધિ હાંસલ કરી
આપણા ભારતના રાષ્ટ્રીય શાયર-કવિ એવા ઝવેરચંદ મેઘાણીની પંક્તિ યાદ આવે છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એવી જ રીતે આ 22 વર્ષના વિદ્યાર્થીએ મનમાં વેઇટલોસ કરવા નક્કી કરી લીધું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને જ્યારે વજન વધવાની ફરિયાદ હતી ત્યારે આ વિદ્યાર્થીએ છ માસની અંદર જ પોતાનું 33 કિલો વજન ઘટાડી દીધું છે અને સાથે જ તેમના વજન વધવાને કારણે દોરડા કૂદવા માટે પણ મહેનત ચાલુ કરી અને આજે આ મહેનતને કારણે તેમને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ તરફથી પ્રમાણપત્ર અને મેડલ પ્રાપ્ત થયાં છે.

શરૂઆતમાં 2 મિનિટ સુધી દોરડા કૂદી શકતો
યુવાન હર્ષરાજસિંહે જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યાઓ સામે આવી છે. આ સમયે મેં સતત કસરત કરી 6 મહિનામાં 33 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. આજે એક વર્ષથી આ વજન જાળવી રાખ્યું છે. વજન ઓછું થતાં દોરડા કૂદવાની શરૂઆત કરવામાં આવી, જે શરૂઆતના સમયે 2 મિનિટ કૂદી શકાતા હતા, પરંતુ રોજબરોજ પ્રેક્ટિસ કરતાં આજે સતત 27 મિનિટમાં 3200 દોરડા કૂદી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોઇપણ દવા કે સર્જરી વગર આ યુવાને પોતાનું વજન ઘટાડી સમાજને અલગ જ પ્રેરણા પૂરી પાડી છે.

પરિવાર આજે ગૌરવની લાગણી અનુભવે છે
હર્ષરાજસિંહની આવી સખત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમનાં માતા-પિતા અને સમગ્ર પરિવાર તેમજ સમાજ પણ તેની મહેનત અને મળેલા સન્માન પ્રત્યે ખૂબ ગૌરવ અનુભવી રહ્યાં છે. આ તકે તેમના પિતા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મારા પુત્રએ જે રીતે સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે આવું પરિણામ મેળવ્યું છે એ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ.

અડગ થઇને વેઇટલોસ કરવાનું નક્કી કર્યું હતું: પિતા
જયદેવસિંહે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની પહેલી લહેરના લોકડાઉનમાં મારા પુત્રનું વજન 110 કિલો હતું, આથી તેણે મનમાં નક્કી કર્યું કે ગમે તેમ કરીને વજન ઘટાડવો છે. બાદમાં સતત 6 મહિના સુધી સખત કસરત કરીને ઘરે ખોરાકમાં પરેજી પાળી હતી. 6 મહિનામાં જ 33 કિલો વજન ઘટી ગયું હતું. હાલ તેનું વજન 77 કિલો છે. તેણે અડગ મનથી વેઇટલોસનું કરવાનું નક્કી કર્યું હતું અને તે તેણે સિદ્ધ પણ કરી બતાવ્યું છે.

પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું
હર્ષરાજસિંહ ગોહિલની આવી સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમને પોતાનું વજન પણ ઘટાડ્યું છે અને સાથે-સાથે શરીરની અંદર સ્ફૂર્તિ આવતાં દોરડા કૂદમાં ભાગ લઇને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી પોતાનું, પોતાના પરિવાર શહેર અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરી બતાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો