સુરતમાં બિભત્સ વીડિયો મોકલી વારંવાર પૈસા માંગી બ્લેકમેલ કરતી યુવતીના માનસિક ત્રાસથી કંટાળીને યુવકે કર્યો આપઘાત
સુરતમાં છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને યુવતીઓના વિડીયો બનાવ્યા બાદ તેમની પાસે પૈસાની માગણી કરવામાં આવતી હોય છે જો કે પૈસા આપ્યા બાદ અનેક વખત પૈસા માંગવામાં આવે છે અને જો પૈસા નહીં આપવામાં આવેતો આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી બદનામ કરવાની ઘટનાઓ સતત સામે આવી ગઈ છે ત્યારે આવી જ એક ઘટનામાં સુરતના યુવક પાસેથી પૈસા લીધા બાદ અનેક વખત પૈસાની માંગણી કરતાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે આપઘાત કરી લીધો હતો જોકે યુવકનો આપઘાત બાદ તેના મોબાઈલ ચેક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
છેલ્લા કેટલાંક સમયથી સોશિયલ મીડિયામાં યુવતીઓ દ્વારા યુવકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરતા હોય તે અનેક મિત્રતા કર્યા બાદ તેમની સાથે મોબાઈલ ઉપર વીડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરી આ વીડિયો રેકોર્ડ કરીને લેતી હોય છે ત્યાર બાદ આ વીડિયો ના આધારે આવી યુવતી યુવકોને બ્લેકમેલ કરી રૂપિયા માગવાના શરૂ કરી હોય છે જો એક વખત રૂપિયા આપ્યા બાદ અનેક વખત આ વીડિયો ન આધારે બ્લેકમેલ કરી રૂપિયા ખખેરી લેતી હોય છે અને રૂપિયા નહીં આપવામાં આવે તો વિડીયો પરિચિત લોકોને મોકલી બદનામ કરવાની અનેક ઘટના સામે આવી છે ત્યારે આવી એક ઘટનામાં સુરતનાં યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે
મૂળ સુરત નજીક આવેલ ઓલપાડ જિલ્લાનો વતની અને હાલમાં સુરતનાં ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓકટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે યુવકના આપઘાત બાદ પરિવારે યુવકનો મોબાઈલ ચેક કરતા ચોંકી ગયુ હતું. કારણ કે પરિવારને મરનાર યુવકનાં મોબાઈલ માંથી શ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર બિભત્સ વાતચીત કરી ફસાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
યુવતીએ યુવકનો બિભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કર્યો હતો અને આ માટે તેની પાસેથી હજારો રૂપિયા પડાવ્યા હતા. અને વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતી હતી. યુવકે ત્રાસી જઇ ફાંસો આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ હતું. જોકે વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી. સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓકટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી.
હાલમાં યુવક ભરેલા પગલાંથી પરિવારે આ મામલે સુરતના રાંદેર પોલીસ મથકમાં આ યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
ગેંગનાં મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડ થી બહાર છે ત્યારે આજે અન્ય સભ્યોની પૂછપરછમાં આ લોકોએ આજ સુધી કેટલા લોકોને આવી રીતે સોશિયલ મીડિયાનાં માધ્યમથી ફસાવી બ્લેકમેઈલ કર્યું હોવાની વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે પોલીસે હાલ આરોપીઓની કડકમાં કડક પૂછપરછ શરૂ કરી આ ગેંગ દ્વારા કેટલા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા લોકો શિકાર બન્યા છે અને તેમની પાસેથી કેટલા રૂપિયાનો લેવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..