અમદાવાદમાં 27 વર્ષના શખ્સે 14 વર્ષની સગીરાના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી હોટલમાં લઈ જઈને બળાત્કાર કર્યો
આજકાલ યુવાનમાં સોશિયલ મીડિયાનું વળગણ જોવા મળી રહ્યું છે. યંગસ્ટર્સ સતત ફોનમાં સોશિયલ મીડિયા કે ગેમમાં વ્યસ્ત રહેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડીયાનો કેટલાક લોકો સદુપયોગ કરે છે પણ ટાઈમપાસ કે એડીક્શનના લીધે જે લોકો ઉપયોગ કરે છે તે લોકોને પાછળથી પસ્તાવવાનો વારો આવે છે. શહેરમાં એક એવી ઘટના બની જે આ બધી બાબતો માટે આંખ ઉઘાડતો કિસ્સો બની ગયો છે.
સોશિયલ મીડિયા પર 27 વર્ષના એક શખ્સે તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે સંપર્ક કર્યો અને મિત્રતા કરી હતી. આ મિત્રતા આગળ વધતી ગઈ અને આ શખ્સે તે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા માંગતો હતો. સગીરા પણ તેની જાળમાં ફસાતી ગઈ અને શખ્સે સગીરાના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી હોટલોમાં લઈ જઈ બળાત્કાર (Rape)ગુજાર્યો હતો. સમગ્ર મામલો પોલીસમથકે પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.
શહેરના એક વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહે છે. એકાદ વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા થકી એક યુવકના સંપર્કમાં આવી હતી. જેમ જેમ બંનેના સંપર્ક અને વાતો આગળ વધતી ગઈ તેમ તેમ આ શખ્સે સગીરાને તેની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું. સગીરા પણ ધીમે ધીમે 27 વર્ષના યુવકની માયા જાળમાં ફસાઈ ગઈ. બને વચ્ચે મુલાકાતો થવા લાગી હતી. બંને એક બીજાને મળતા હતા ત્યારે આ શખ્સ સગીરા સાથે અંગત પળો માણતો હતો અને ત્યારે તેણે સગીરાના નગ્ન ફોટો પણ લીધા હતા.
બાદમાં આ શખશે નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી આ સગીરાને હોટલમાં આવવા બ્લેકમેઇલ કરી હતી. હોટલ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારતો હતો. થોડા સમય બાદ સગીરાના પરિવારને જાણ થતા તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને ગુનો નોંધ્યો હતો.
પોલીસે આ મામલે તપાસ કરી અને 27 વર્ષીય આરોપી અબ્દુલ કૈયુમ ખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી જમાલપુરમાં રહે છે અને હાલ પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરી છે. આરોપીએ એકાદ વર્ષ પહેલા એક સગીરાનો સોશિયલ મીડિયાથી સંપર્ક સાધ્યો હોવાની તેણે કબૂલાત કરી છે. બાદમાં 14 વર્ષની સગીરાના નગ્ન ફોટો વોટ્સએપ પર મંગાવી આરોપીએ હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું હોવાનું હવેલી પીઆઇ આર એચ સોલંકીએ જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..