મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી, 30થી વધુ લક્ઝુરીયસ કારમાં 200 ગરીબ બાળકોને ફેરવીને ઉજવણી કરાઈ
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અંદાજીત 200 જેટલા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો અને સરકારી શાળાના બાળકોએ લક્ઝુરીયસ કારમાં ફેરવીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. મોરબીના 30થી વધુ ઉદ્યોગપતિઓની લક્ઝુરીયસ ગાડીનો ઉપયોગ કરીને આ બાળકોને ફેરવવામાં આવ્યા હતાં. આ સાથે જ બાળકોને હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
30થી વધુ લક્ઝુરીયસ ગાડીનો કાફલો નીકળ્યો
મોરબીના ઉદ્યોગપતિઓ દર વર્ષે યંગ ઇન્ડિયા ગ્રુપને મદદ કરી રહ્યા છે. બાળકો માટે પોતાની મોંઘીદાટ ઓડી, BMW, મર્સિડીઝ, ફોર્ચ્યુનર, રેન્જ રોવર કાર બાળકોની ખુશી માટે આપે છે. આજે પણ 30થી વધુ લક્ઝુરીયસ ગાડીઓમાં 200 જેટલા ગરીબ બાળકોએ સવારી કરી હતી. લક્ઝુરીયસ કારમાં સવારી દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કાફલામાં પહેલા પોલીસની ગાડીએ પાયલોટીંગ આપ્યું હતું. આથી બાળકોને VVIP જેવી લાગણી અનુભવાય હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..