ખોડલધામ ટ્રસ્ટ તથા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગ મહોત્સવનું ભવ્ય આયોજન
19થી 21 જુન દરમિયાન ભવ્ય યોગ મહોત્સવનું આયોજન, શિબિર દરમિયાન ચકલીના માળા અને પર્યાવરણના જતન માટે વૃક્ષોના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે:
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાજ ખોડલધામ મંદીરનું નિર્માણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ તેમજ કારકીર્દી ઘડતર અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આગામી તા.21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીતે રાજકોટમાં યોગ મહોત્સવ-2019નું આયોજન કરવામાંઆવેલ છે. આ પ્રસંગે વડોદરા કાયાવરોહણના યોગાચાર્ય સ્વામી મુકતાનંદજી (શ્રીઅનંદ દેવ) કાયાવરોહણ તીર્થ સેવા સમાજ સવાવહોરણ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
શહેરનાં 150 ફુટ રીંગ રોડ ઉપર નાનામવા સર્કલ પાસે મીલેનીયર ટાવરની બાજુમાં આવેલ વિશાળ મેદાનમાં તા.19 જુનથી તા.21 જુન દરમ્યાન રોગ ઉપચાર આધારીત યોગ શીબીરનું આયોજન કરવામાં આવેલ છે. તા.19 થી ત્રણ દિવસ સવારે 6 થી 7.30 વાગ્યા સુધી યોજનાર યોગ શીબીરમાં તા.19 જુનના રોજ વેઇટ મેનેજમેન્ટ (વજન વધારો-ધટાડો) તા.20મી એ કોલસ્ટ્રોલ અને તા.21મી એ દૈનિક યોગ અભ્યાસ યોજાશે. જુદા જુદા રોગોની ચિકીત્સા યોગ દ્વારા થઇ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવશે. આ યોગ મહોત્સવમાટે રજીસ્ટ્રેશન ફરજીયાત રાખવામાં આવેલ છે. અને રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યકિતને શીબીરમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન માટે ખોડલધામ ટ્રસ્ટ તથા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન કાર્યાલય, ન્યુ માયાણીનગર પાણીનાં ટાંકાની સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશન વાળી શેરી મવડી રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવા તેમજ વધુ વિગતો માટે દિપકભાઇ તળાવીયા મો. નં. 97237 76900 ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.
ત્રણ દિવસના આ યોગ મહોત્સવ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. નાનામવા સર્કલ પાસે 3.5 લાખ ચોરસફુટનું બાઉન્ડ્રી સાથેનું વિશાળ મેદાન ઉપરાત વાહન પાકીંગ, ભાઇઓ અને બહેનો માટે યોગા અભ્યાસની અલગ અલગ વ્યવસ્થા સિકયોરીટી તેમજ લાઇવ એલ.ઇ.ડી. સ્કીન તથા સરાઉન્ડીંગ સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ચકલીના માળા અને પર્યાવરણ જતન માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ આરોગ્યવર્ધક નેચરલ પણ આપવામાં આવશે.