શરતો સાથે લોકડાઉનને વધારવાની તૈયારી, કોરોના ઈન્ફેક્શનના આધાર પર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન બનશે, 15 ઉદ્યોગોને મળી શકે છે છૂટ
કોરોના સામે જંગ માટે 14 એપ્રિલ બાદ બે અઠવાડિયા સુધી લૉકડાઉન જારી રહેવું નક્કી છે પણ ઉદ્યોગ મંત્રાલયે ટેક્સટાઇલ, બાંધકામ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ શરૂ કરવા ભલામણ કરી છે. સાથે જ સ્ટ્રીટ વેન્ડર્સને કામ કરવાની મંજૂરી આપવાની વાત પણ કરાઇ છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાનના સ્તરે લેવાશે.
લૉકડાઉનમાં છૂટ કોરોનાના ફેલાવા, ભવિષ્યની આશંકા અને એક્ટિવ કેસોના આધારે મળશે. સરકાર દેશના વિવિધ ભાગોને રાજ્યોના બદલે કોરોનાના ચેપના સ્તર પ્રમાણે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચીને છૂટ સંબંધી નિયમો નક્કી કરશે. હાલ હોટસ્પોટવાળા જિલ્લા રેડ ઝોનમાં રહેશે. ત્યાં પહેલાની જેમ જ બધું બંધ રહેશે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં બજારો ખુલી શકે છે પણ તે માટે સમય મર્યાદિત કરાઇ શકે છે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે તમામ સામાજિક આયોજનો પર પ્રતિબંધ રહેશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
રેડ ઝોનઃ હોટસ્પોટવાળા જિલ્લા, ત્યાં પહેલાની જેમ બધું જ બંધ રહેશે
ઓરેન્જ ઝોનઃ જે જિલ્લામાં નવા કેસ ન આવતા હોય, જૂના દર્દી સાવ ઓછા હોય
ગ્રીન ઝોનઃ ચેપમુક્ત જિલ્લા, ત્યાં વેપાર-ધંધા શરૂ થઇ શકશે
આ શરતો જણાવાઇઃ કામદારોના પ્રવેશ માટે એક જ એન્ટ્રી પોઇન્ટ હોવો જોઇએ. શ્રમિકોને લાવવા માટે અલગથી પરિવહન કે તેમને ફેક્ટરી પરિસરમાં રાખવાની વ્યવસ્થા હોય.
ટેક્સટાઈલ, નિર્માણ, જેમ્સ જ્વેલરીમાં પણ કામ થશે
- ટેક્સટાઈલ, ઓટો અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં એક શિફ્ટમાં કામ શરૂ થશે પણ કર્મચારીઓની સંખ્યા 25-30 ટકા જ રહેશે. MSMEમાં ઓછા કર્મચારીઓ સાથે કામ થશે.
- હાઉસિંગ અને નિર્માણ ક્ષેત્રોમાં કામ શરૂ થશે, શરત એટલી કે શ્રમિકોના રહેવાની વ્યવસ્થા સાઈટ પર કરવી પડશે. સેનિટાઈઝેશનનું વિશેષ વ્યવસ્થા કરવી પડશે.
- સિમેન્ટ કંપનીઓમાં ડિમાન્ડ વધતાં શિફ્ટોમાં પણ કામ થશે.
- જેમ્સ એન્ડ જ્વેલરી યૂનિટ્સમાં કામ શરૂ થઈ શકે છે.
- ખાદ્ય વસ્તુઓ બનાવતા એકમ.
- હેવી ઈલેક્ટ્રિકલ આઈટમ્સ જેમ કે ટ્રાન્સફોર્મર વગેરે, કમ્યુનિકેશન ઉપકરણ, ફાઈબર કેબલનું કામ.
- કમ્પ્રેશર અને કન્ડેન્સર એકમો સ્ટીલ, લોખંડ મિશ્રિત ધાતુ મળેલા સ્પિનિંગ, જિનિંગ, પાવર લૂમ
- સંરક્ષણ, સંરક્ષણ સહાયક એકમ
- પલ્પ અને પેપર એકમ, ખાતર પ્લાન્ટ, પેઈન્ટ્સ અને ડાઈ નિર્માણ, બિયારણ પ્રસંસ્કરણ એકમ.
કયા ઝોનમાં કઈ કઈ સુવિધાઓ મળશે
હોસ્પિટાલિટી: ફક્ત ગ્રીન ઝોનમાં
રેડ અને ઓરેન્જ ઝોનમાં તમામ હોટેલ, રેસ્ટોરાં, લોજ અને ગેસ્ટહાઉસ બંધ રહેશે. પણ ગ્રીન ઝોનમાં ખૂલી શકે છે.
પરિવહન: રેડ, ઓરેન્જમાં નહીં
ગ્રીન ઝોનમાં લોકલ પરિવહન ખોલવાની છૂટ રહેશે પણ રેડ અને ઓરેન્જ ઝોનમાં પરિવહન નહીં ચાલે.
વિમાન સેવા: પસંદગીના દેશો માટે
ભારતથી બહાર જવા માટે કોમર્શિયલ ફ્લાઈટોને જ છૂટ મળશે. પસંદગીના દેશો માટે ફ્લાઈટને મર્યાદિત છૂટ મળશે.
એક્સાઈઝ: રાજ્યો નિયમ બનાવશે
દારૂની દુકાનો ખોલવાની મંજૂરી હશે. તેમાં કલર કોડિંગનું સ્તર રાજ્ય સરકારો નક્કી કરશે.
સરકારનો વિચાર – લોકડાઉનનું સ્વરૂપ કેવું હશે તે નક્કી કરવામાં આવે
આ સાથે જ કેન્દ્ર સરકાર એવું અનુભવી રહી છે કે, જ્યારે લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવે અને નક્કી કરવામાં આવે કે આગળ લોકડાઉનનું સ્વરૂપ કેવું હશે, ત્યારે કેટલીક ગતિવિધિઓને જરૂરી સુરક્ષા સાથે શરૂ કરવાની પરવાનગી આપાવમાં આવશે. સરકારે કહ્યું હતું કે, આર્થિક ગતિવિધિઓને વધારવા અને લોકોની આવક શરૂ કરવા માટે આ પગલું જરૂરી છે.
સરકારે કહ્યું – કંપની અને કર્મચારી મામલે શ્રમ મંત્રાલય સ્થિતિ સ્પષ્ટ કરે
આદેશ અનુસાર સરકારે કહ્યું હતું કે, જે કંપનીઓમાં કામ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યાના મેનેજર પોતાના કર્મચારીઓને કામ પર આવવા માટે પૂછી શકે છે. જો કોઇ કર્મચારી ફરજ પર નહીં આવે તો તેવા સમયે કામ વગર આપવામાં આવતી સેલેરીની જવાબદારી મેનેજર પર નહીં રહે. જો કે, સરકારે એ પણ કહ્યું છે કે, આ મામલે શ્રમ મંત્રાલય સ્થિતિ વધુ સ્પષ્ટ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..