રાજૌરીમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોરમાં ગ્રેનેડ હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ

હોળીના પર્વ પર આખો દેશ જશ્ન મનાવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ખુશીના આ અવસર પર પણ પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. એક બાજુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાની જવાનો એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં એક ભારતીય સેનાનો જવાન શહીદ થઇ ગયો છે. બીજીબાજુ બારામુલ્લા, સોપોર અને બાંદીપુરામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ ચાલી રહી છે. સોપોરમાં આતંકીઓના ગ્રેનેડ હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે.

ઉત્તરી કાશ્મીરના સોપોરમાં રફિયાબાદના વારપોરા વિસ્તારમાં એક ગ્રેનેડ હુમલામાં SHO સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ થઇ ગયા. આતંકીઓએ આ ગ્રેનેડ હુમલા એ સમયે કર્યો જ્યારે આ વિસ્તારમાં એક તપાસ અભિયાન ચાલી રહ્યું હતું. તેની થોડીક મિનિટ બાદ જ સોપો કસબામાં પણ આતંકવાદીઓએ સીઆરપીએફના એક કેમ્પ પર હુમલો કર્યો, પરંતુ આ ગ્રેનેડ હુમલામાં કોઇને નુકસાન થયાના સમાચાર નથી. હુમલા બાદ આખા વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસે કહ્યું કે કેટલાંક આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોએ વારપોરા વિસ્તારને ઘેરી લીધો અને તપાસ અભિયાન ચલાવ્યું.

સોપોરના વારપોરા સિવાય બારામુલાના કલંતરા અને બાંદીપુરાના હાજિનમાં પણ આતંકીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ થઇ. બાબામુલાના એસએસપી અબ્દુલ કય્યૂમે કહ્યું કે કાલાંતરામાં ગુરૂવાર સવારે સર્ચ ઓપરેશન દરમ્યાન આતંકીઓ સાથે અથડામણ થઇ. તેણે કહ્યું કે આતંકીઓ અંગે માહિતી મળ્યા બાદ બુધવાર સાંજે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ ખરાબ મોસમના લીધે બુધવારના રોજ ઓપરેશન રોકી દીધું. ત્યારબાદ સવારથી આતંકીઓએ સુરક્ષબળોનો સામનો થયો. બાંદીપુરાના હાજિનમાં આતંકીઓ સાથે અથડામણ થઇ છે.

પુલવામા હુમલા પછી આતંકીઓ વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી

14 ફેબ્રુઆરીએ જૈશના આતંકીઓએ CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. જે બાદ મોદી સરકારે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહીને લઈને સિક્યોરિટી ફોર્સને તમામ છૂટ આપી હતી. ભારીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી જૈશના ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યા હતા. આ દરમિયાન લગભગ 350 આતંકીઓ માર્યા ગયા હતા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો