કારમાં પેટ્રોલને બદલે ડીઝલ કે ડીઝલને બદલે પેટ્રોલ પૂરાવીએ તો શું થાય?
આજકાલ મોટાભાગની કાર પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિઅન્ટમાં આવતી હોય છે. કારને કોઇ અન્ય ડ્રાઇવર ચલાવે અને તેને પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ અંગે જાણકારી ન હોય તો ક્યારેક કારમાં ખોટું ફ્યુઅલ પૂરાવાની સંભાવના રહેલી છે. આજકાલ મોટેભાગે લોકો કારની ફ્યુઅલ ટેન્ક પર ડીઝલ કે પેટ્રોલનું સ્ટીકર લગાવી રાખતા હોય છે, પરંતુ દુર્ભાગ્યવશ આવી ઘટના તમારી સાથે બને તો શું કરવું તે અંગે અમે જણાવી રહ્યા છીએ.
જો જાણ બહાર કારમાં ખોટું ઇંધણ ભરી દેવામાં આવ્યું હોય તો
– જો કારમાં ખોટું ઇંધણ ભરાઇ ગયું હોય તો સૌપ્રથમ કારને સ્ટાર્ટ ન કરવી.
– કારને ધક્કો મારીને સાઇડમાં લઇ જવી અને સર્વિસ સેન્ટર પર ફોન કરીને જાણ કરવી.
– સર્વિસ સેન્ટર પર લઇ જઇને ફ્યુઅલ ટેન્ક તથા એન્જિનને ક્લિન કરાવવું જોઇએ. એ સમયે ધ્યાન રાખવું જોઇએ કે એન્જિનને કોઇ નુક્સાન ન પહોંચે.
– જો ખોટું ફ્યૂઅલ એન્જિન સુધી પહોંચી ગયું હોય તો મેકેનિક એન્જિન ખોલીને તેના પાર્ટ્સને પણ ક્લિન કરી શકે છે.
– પેટ્રોલ એન્જિનમાં ફ્યૂઅલ ફિલ્ટર, સ્પાર્ક પ્લગને ચેન્જ કરવા પડે છે.
– ડીઝલ એન્જિનમાં ડ્રેઇન પ્લગમાં ખોટા ઇંધણનું એક ટીપું પણ ન બચે તે વાતની ચકાસણી રાખવી જોઇએ.
જો પેટ્રોલ કારમાં ડીઝલ ભરવામાં આવે તો…
– પેટ્રોલની સરખામણીએ ડીઝલ ચીકણું અને ઘટ્ટ હોય છે.
– પેટ્રોલ કારના ફ્યુઅલ ફિલ્ટરમાં ડીઝલના કારણે ચીકાશ થઇ જાય છે અને ફ્યુઅલ લાઇન જામ થઇ જાય છે.
– આવા કિસ્સામાં તમે અનુભવશો કે ફ્યુઅલ ટેન્કમાં હોવા છતાં પણ એન્જિન સ્ટાર્ટ કરતા જ બંધ થઇ જશે.
– તેમ છતાં જો ડીઝલ એન્જિન સુધી પહોંચી જાય અને સ્પાર્ક પ્લગ તેને બાળવાનો પ્રયાસ કરે ત્યારે ટેઇલપાઇપમાંથી સફેદ કલરનો ધૂમાડો બહાર આવવા લાગશે.
– આવું એટલા માટે થાય છે, કારણ કે ડીઝલ ઝડપથી બળતું નથી, દબાણ વધે છે, જેના કારણે એન્જિન ધ્રૂજવા લાગે છે અને ઝાટકા મારે છે.
ડીઝલ કારમાં પેટ્રોલ ભરી દેવામાં આવે તો…
– ડીઝલ એન્જિન પેટ્રોલ જેટલું સરળ નથી. ડીઝલ કારમાં કોમ્પ્લેક્સ મેકેનિકલનો ઉપયોગ થાય છે.
– જેમાં ઇંધણ સિલિન્ડરમાં જાય છે અને ત્યાં તેને બર્ન કરવા માટે પ્રેશર ઊભું કરવામાં આવે છે.
– પેટ્રોલ હાઇલી ઇન્ફ્લેમેબલ હોય છે અને કોમ્પ્લેક્સ નેચર હોવાના કારણે ડીઝલ કારમાં ખોટું ફ્યુઅલ પૂરાયું હોવાના સંકેતો મોડા મળે છે.
– ડીઝલ કારને અમુક કિમી સુધી ચલાવ્યા બાદ તેની ટેઇલપાઇપમાંથી બ્લેક કલરનો ધૂમાડો નીકળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ફ્યૂઅલ પૂરું બળતું નથી.
– એન્જિન ઓઇલમાં સ્પાર્ક પ્લગ હોતો નથી અને પેટ્રોલને સ્પાર્ક ફાયર વગર બર્ન કરી શકાતું નથી.
– આવી સ્થિતિમાં ડીઝલ કારને સતત ચલાવવામાં આવે તો અમુક અંતર બાદ તે બંધ થઇ જાય છે.