આ શહેરમાં પક્ષીઓને બચાવવા માટે બનાવવામાં આવ્યું દુનિયાનું પહેલું રેલ નોઇઝ બેરિયર, જોઈને રહી જશો દંગ

સમગ્ર વિશ્વમાં નવી ટેકનીકોની મદદથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, પરંતુ આ વિકાસની ખરાબ અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડે છે. જો કે, અનેક દેશોમાં જીવ-જંતુઓની ખૂબ કાળજી રાખવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની પેહલી હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયર બનાવવામાં આવી છે. સમગ્ર બેરિયરની લંબાઈ બે કિલોમીટર છે. આ બેરિયર 355 કિલોમીટર લાંબી જિઆંગમેન-ઝાંજિયાંગ હાઇ સ્પીડ રેલવે ટ્રેક પર તૈયાર કરવામાં આવી છે. હકીકતમાં, આ બેરિયર તૈયાર કરવાની હેતુ 30,000 પક્ષીઓને બચાવવાનો છે. રેલવે નોઇઝ બેરિયરથી વેટલેન્ડનું અંતર 800 મીટર છે. અહીં એક નાનો ટાપુ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં એક વિશાળ પક્ષીઓનાં માળા છે

રેલ નોઇઝ બેરિયરથી વેટલેન્ડ 800 મીટર દૂર છે. અહીં એક નાનકડો ટાપુ પણ બનાવવામાં આવ્યો છે જેના પર એક વિશાળ વૃક્ષ છે. તેના પર ઘણા બધા પક્ષીઓનો માળો છે. તેની નજીક રેલ્વે ટ્રેક બન્યો તો લોકોએ તેનો વિરોધ કર્યો. લોકોએ કહ્યું કે, ટ્રેનનો અવાજ પક્ષીઓ માટે હાનિકારક છે અને તેનો કોઈ ઉપાય શોધવામાં આવે. આ રેલ નોઇઝ બેરિયરને બનાવવામાં 3 વર્ષ લાગ્યા. તેને બનાવવામાં 192 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

42260 નોઇઝ અબ્સોવર્સ લગાવવામાં આવ્યા 

આ હાઈ સ્પીડ રેલ નોઇઝ બેરિયરમાં 42260 નોઇઝ અબ્સોવર્સ લગાવવામાં આવ્યા છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે લાંબા સમય સુધી ટકી રહે. ટેક્નિકલ એક્સપર્ટ અનુસાર, આ રેલ નોઇઝ બેરિયર 100 વર્ષ સુધી ટકશે. આના પર વાવાઝોડાની પણ અસર નહીં થાય.

ફોલો અપ 

એવું નથી કે રેલ નોઇઝ બેરિયર બનાવીને તેને મૂકી દેવામાં આવ્યા, રિસર્ચર્સ આનાથી થતા ચેન્જને જાણવા માટે વેટલેન્ડ પાસે બનાવેલા ટ્રેક પર ગયા. તેમણે જાણ્યું કે, બેરિયર એટલું અસરકારક છે તેને ટ્રેનનો અવાજ 0.2 ડેસીમલ સુધી સીમિત કરી દીધો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો