ધનતેરસે ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવા કરો આ કામ, માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા!
દિપાવલીના 2 દિવસ પહેલા ધનની દેવી માં લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સમજી લો કે આ દિવસથી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ધનતેરસે ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને કુબેર ભગવાનની સાથે ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે લોકો ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય દર્શાવી રહ્યા છીએ.
માન્યતા છે કે આ દિવસે તમારી ભક્તિથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મી તમારા પર અમીનજર નાંખે તો તમને ક્યારેય આર્થિક સમસ્યા રહેતી નથી. આજે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ આ ટોટકાઓ જેના ઉપાયથી તમે ધનતેરસ પર એક વખત કરશો તો તમને આખુ વર્ષ ધન સંબંધી સમસ્યા નહી સતાવે.
ધનતેરસે જરૂરથી કરો આ કામ
દીપક પ્રગટાવવાનો ન ભૂલશો. ધનતેરસની સાંજે એક દીપક સળગાવીને તેની પાસે એક કોડી રાખી દો. આ કોડીને તિજોરીમાં રાખશો તો આજીવન પૈસાની કમી નહી રહે. આ કોડીને રેશમી લાલ વસ્ત્રમાં લપેટવાનું ન ભૂલશો. આનાથી દેવી લક્ષ્મીનો કાયમી વાસ થાય છે.
આ મંત્રનો કરો જાપ
સાંજના સમયે પૂજાના સમયે 108વાર આ મંત્રનો કરો જાપ
‘ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવવાય, ધન ધાન્યધિપતયે ધન-ધાન્ય સમૃદ્ધિ મમ દેહિ દાપય સ્વાહા’
અભિમંત્રિત કરો 21 અક્ષતને
રાત્રીના લક્ષ્મીજીને બીજ મંત્રના જાપ કરી 21 અક્ષતને લાલ પોટલીમાં બાંધીને લક્ષ્મી-કુબેર સાથે પૂજા કરો. પછી એ તિજોરીમાં રાખી દો. આનાથી તમારી દરેક આર્થિક સમસ્યાઓ દુર થશે.
શ્રી સૂક્તનો પાઠ કરો
ધનતેરસથી ભાઈ બીજ સુધી નિત્ય રાત્રીના અગિયાર પીળી કોડીઓ પર લાલ વસ્ત્ર રાખીને શ્રી સુક્તનો પાઠ કરો. ત્યારબાદ ધનના સ્થાને રાખી દો. તમને લાભ જરૂરથી પ્રાપ્ત થશે.
ચાંદીના સિક્કા
ધનતેરસ પર ચાંદીના સિક્કા તેમજ હળદરની ગાંઠની પૂજા કરવાથી જીવનમાં તરક્કી પ્રાપ્ત થશે.