આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહિલા PSI ન્યાયથી વંચિત, ભર કોર્ટમાં પોલીસ અધિકારીઓની આંખ સામે મહિલા PSIનો ચોટલો પકડીને અડપલા
એક તરફ આંતરરાષ્ટીય મહિલા દિવસ ઉજવાય છે, તો બીજી તરફ જેના શીરે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સોંપવામા આવી છે. તે મહિલા પીએસઆઇ પણ સુરક્ષિત ના હોવાનો આક્ષેપ ખુદ મહિલા પીએસઆઇએ જ કર્યો છે. મહિલા પીએસઆઇ વર્ષા જાદવ ઉપર ન્યાયતંત્રની ઓફિસમાં જ 150થી વધારે લોકોએ હુમલો કર્યો હોવા છતાં તેની ફરિયાદ ખુદ પોલીસ જ લેતી ન હોવાનો આક્ષેપ મહિલા પીએસઆઇએ કર્યો છે. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટના જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને ફરિયાદ ના કરવા માટે ધમકાવી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
ભર કોર્ટમાં કેટલાક પોલીસ અધિકારીઓની આંખ સામે જ મહિલાની ગરદન ઉપર કેટલાક લોકો બેસી ગયા હતા. તેમજ તેની સાથે અભદ્ર વ્યવહાર થયો હતો. તેનો ચોટલો પકડીને ઘસેડીને શરીરના અલગ-અલગ ભાગોએ અડપલા કરવામા આવ્યા હતા. એટલુ જ નહી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હોવા છતાં પોલીસે જ પોલીસની ફરિયાદ લીધી નથી અને માત્ર અરજી ઉપર જ કાર્યવાહી કરવાનું કહેતાં પોલીસનુ મોરલ ડાઉન થઇ રહ્યુ હોવાની ચર્ચા પોલીસબેડામા ચાલી રહી છે. જો કે મહિલા પીએસઆઇની ફરિયાદ નહી લેવાય અને કાર્યવાહી નહી થાય તો મહિલા પીએસઆઇ, તેના પરિવારજનો અને સમાજના લોકો પોલીસ કમિશનર ઓફિસ અથવા કારંજ પોલીસ સ્ટેશને ધરણા ઉપર બેસશે તેવી ચિમકી પીએસઆઇ વર્ષા જાદવે આપી છે.
આ અંગે મહિલા પીએસઆઇ વર્ષા જાદવે જણાવ્યુ છે કે, 100થી 150 જણાના ટોળાએ મને ઘેરી લીધી હતી. તેમજ મારી ડોક પર બેસીને કેટલાક લોકોએ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં મારી માત્ર અરજી જ લેવામા આવી છે. ખરેખર મારી ફરિયાદ નહી નોંધીને મારી સાથે અન્યાય થયો છે. હુ એક મહિલા તરીકે અન્ય મહિલાઓને મદદરૂપ થઇ શકુ તે માટે જ મે પોલીસ વિભાગમાં સર્વિસ કરવાનુ નકકી કર્યુ હતુ. જો કે જ્યારે મારી સાથે જ અભદ્ર વર્તન થયુ અને મને ચોટલો ખેંચીને કેટલાક પુરુષોએ નીચે પાડીને ઘસેડી હતી. મને શરિરના જુદા-જુદા ભાગે માર-મારીને બેભાન કરી દેવામા આવી તેમ છતાં કોઇ કાર્યવાહી ના થતાં હુ ખુબ જ દુ:ખી થઇ છુ.
પોલીસની વર્ધી મારા આત્મસમ્માનનુ રક્ષણ ના કરી શકે તો તે શું કામની? મહિલા પોલીસ અધિકારીએ મહિલા આંતરરાષ્ટીય દિવસે જ પોતાની વ્યથા ઠાલવી હતી. તો બીજી તરફ મહિલા આંતરરાષ્ટીય દિવસની ઉજવણી કરવામા આવી રહી છે. મહિલા પીએસઆઇ સાથે થયેલ કૃત્ય સમાજમાં મહિલાઓ કેટલી સલામત છે તે સામે આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..