ભાવનગર પોલીસે મહિલા પોલીસ કર્મીની અટકાયત કરતા મહિલા પોલીસ કર્મીએ પોતાને સપોર્ટ કરવા હાકલ કરી, જાણો શું છે સમગ્ર મામલો

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં સપોર્ટ કરવા બદલ બદલી કરાયેલ મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણા ફરજ ઉપર હાજર નહીં થતા આખરે તેની અટક કરવામાં આવી છે. જેમાં પોલીસ ગ્રેડ પે આંદોલન સમયે ફરજમાં હાજર નહીં રહેતા નીલમ મકવાણાની બદલી ભાવનગર કરવામાં આવી હતી.

 

પોલીસ કર્મીઓને પોતાને સપોર્ટ કરવા ટ્વિટ કરી
ઉલ્લેખનિય છે કે બદલી બાદ નીલમ મકવાણા હાજર નહીં થતા ફરિયાદ દાખલ થયેલ હતી. અને આખરે કાલે તેની ભાવનગર પોલીસે અટકાયત કરી હતી. નીલમ મકવાણાએ અન્ય પોલીસ કર્મીઓને પોતાને સપોર્ટ કરવા ટ્વિટ કરી માંગ કરી છે. તથા નીલમ મકવાણાએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ ન્યાયની લડત કયા સુધી ચાલશે તે મને ખબર નથી પણ મને ન્યાય જરૂર મળશે.

અગાઉ વીડિયો વાયરલ પણ થયો હતો
તાજેતરમાં પોલીસ ગ્રેડ પે મામલે થયેલા આંદોલન મામલે મહિલા કોન્સ્ટેબલનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયો થકી નિલમ મકવાણાએ ગંભીર આક્ષેપ કર્યા છે. નિલમ મકવાણાએ જણાવ્યું કે કમિટીની રચના કરાઈ હતી. જોકે બે માસ બાદ પણ કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી. નિલમ મકવાણાએ DySP પર લાફો મારવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેને જણાવ્યું કે 7 જાન્યુઆરીએ વિરોધ કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે અટકાયત કરીને તેમને લાફો મારવામાં આવ્યો હતો. મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર આ મામલે ન્યાય અપાવે તેવી પણ માગ કરી છે. સાથે જ પોલીસ ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

જાણો શું છે સમગ્ર મામલો:
પોલીસ ગ્રેડ પે આંદોલનમાં શિસ્તભંગ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મામલો થોડો થાળે પડતાં ગ્રેડ પે મુદ્દે વિરોધ કરનારા પોલીસકર્મીઓની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. 9 પોલીસ કર્મચારીઓની રાજ્યના વિવિધ જિલ્લાની અલગ અલગ જગ્યાએ બદલી કરી નાખવામાં આવી છે. ગાંધીનગરમાં વિધાનસભા બહાર હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો હતો. ગ્રેડ પે અને સાતમા પગાર માંગને લઈ ધરણાં પર બેઠેલા સેક્ટર 7 પોલીસ દ્વારા કોન્સ્ટેબલને પોતાની અભિવ્યક્તિ રજૂ કરતાં રોકવામાં આવ્યો હતો અને પોલીસે પોલીસ કોન્ટેબલને ધરણાં સ્થળેથી ડિટેઇન કર્યો હતો. જે બાદ શિસ્તભંગની કાર્યવાહી કરતાં ધરણા પર બેસનાર હાર્દિક પંડ્યાની જુનાગઢ બદલી કરી નાખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો