તૂટેલો રેલ પાટો જોઈ મહિલાએ સાડી ઉતારી રેલવે ટ્રેક પર બાંધી, રોકાઈ ગઈ ટ્રેન, મહિલાના સાહસ અને સમજદારીથી મોટી દુર્ઘટના થતા બચી.
એટાથી આગરા જઇ રહેલી પેસેન્જર ટ્રેન ગુરુવારે મોટા અકસ્માતનો ભોગ બનવાથી બચી. રેલવેના પાટા તૂટેલા હતા. એવામાં નગલા ગામની મહિલાએ આ તૂટેલા પાટા જોયા તો ખતરો સમજી ગયા. ટ્રેન સામેથી આવી રહી હતી. ઓમવતી નામની મહિલાએ લાલ રંગની સાડી પહેરી હતી. તેમણે સાડી ઉતારીને ટ્રેકની વચોવચ બાંધી દીધી અને રેલવે ચાલકને ખતરાનો ઈશારો કરી દીધો. ચાલકે ઈશારો સમજતા ટ્રેન રોકી દીધી. ત્યાર પછી રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી. ત્યાર બાદ કર્મચારીઓને મોકલીને પાટાને બદલવામાં આવ્યા.
સવારે 8.20 વાગ્યે નગલા ગુલેરિયા ગામ પર ટ્રેન પહોંચી હતી. આ દરમિયાન ગામની મહિલા ઓમવતી ત્યાંથી પસાર થતાં પોતાના ખેતર જઇ રહ્યા હતા. ત્યારે તેમની નજર પાટાના એક ભાગ પર પડી તો એ તૂટેલો હતો. અવાગઢથી આવતી ટ્રેનને રોકવા માટે તેમણે પોતાની લાલ રંગની સાડીને ઉતારીને ટ્રેનના પાટાની વચોવચ બાંધી દીધી. ટ્રેન ચાલકે તેને જોઇને બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી.
150 મુસાફરો કરી રહ્યા હતા સવારી
એટા રેલવે સ્ટેશનથી સવારે સાડા સાત વાગ્યે લગભગ 150 મુસાફરોને આગરા માટે લઇ જવા ટ્રેન ઉપડી હતી. રેલવે કર્મચારીઓએ જણાવ્યું કે ગુરુવારે લગભગ 150 મુસાફરોએ આગરા જવા માટે ટિકિટ ખરીદી હતી. મહિલાના સાહસ અને સમજદારીથી મોટી દુર્ઘટના થતા બચી.
ચાલકે 100 રૂપિયા ઈનામ પેટે આપ્યા
પાટાની વચ્ચે લાલ સાડી અને મહિલાને જોઇ ચાલકે ટ્રેન રોકી દીધી, પણ તેને યોગ્ય જાણકારી નહોતી કે આખરે મામલો શું છે. ટ્રેન રોક્યા પછી તે પોતે ઉતર્યા તો જાણ થઇ કે પાટા તૂટેલા છે. જેને જોઇ ચાલક ચોંકી ગયો સાથે જ ઓમવતીનો આભાર માનતા તેને 100 રૂપિયા ભેટ પેટે આપ્યા.
સૂચના મળ્યા પછી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાર પછી કીમેન સહિત અન્ય કર્મચારીઓએ તૂટેલા પાટાનું સમારકામ કર્યું. લગભગ અડધો કલાક કામ પૂરુ કરવામાં લાગ્યો. સમારકામ થયા પછી ટ્રેનને રવાના કરવામાં આવી.
પીઓરઓ અમિત સિંહે જણાવ્યું કે ગુલરિયા ગામની નજીક રેલ લાઇન પર કામ ચાલી રહ્યું હતું, અહીં ટ્રેન 20 કિમી પ્રતિ કલાકની સ્પીડથી વધારે ઝડપથી પસાર થઇ શકે નહીં. ત્યાં મોજૂદ કીમેને રેલવે અધિકારીઓને સૂચના આપી દીધી હતી. પાટાનું સમારકામ થયા પછી જ ટ્રેનને ત્યાંથી રવાના કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..