સુરતમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. હાલમાં શહેરનાં માં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુએ તેનાં સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વહુનું કહેવું છે, સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરેલુ હિંસામાં ત્રણ દિવસથી માર મારે છે. આ પહેલી વખત નથી. આ પહેલાં પણ ઘણી વખત આવી ઘટના બની છે. તેમનાં લગ્નને 22 વર્ષ થયા છે. પિડિતાનો સસરો તેને અવાર નવાર પરેશાન કરતો હતો.

પીડિતા પર પહેલાં ઠંડુ પાણી નાંખી તેને નવડાવી હતી. આવું તે ઘણી વખત કરતો હતો. જ્યારે તે બાથરૂમમાંથી બહાર નીકળવા ગઇ તો તેનાં પર ગરમ ગરમ પાણી ભરેલી તપેલી નાંખી હતી. પીડિતાએ પોતાને બચાવવા માટે મોઢુ ઢાંકી દીધુ અને ફરી ગઇ જેથી તે પિઠનાં ભાગે દાઝી હતી. જે બાદ તે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવી હતી.

પીડિત વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરજસ્તી નવડાવે, કહેવા જાઉં તો ઢીક્ક મુક્કીનો માર મારી ઘર બહાર કાઢી મૂકે છે. જ્યારે પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. સિવિલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા છે.

તેઓ મારી દીરી સાથે પણ મારી વાત કરવાં નથી દેતા. મારો પતિ જ ના પાડે છે. હું પણ તેને કહુ છુ કે તારા સાસરે કંઇ મારા કારણે સમસ્યા થાય તેનાં કરતાં તું મારી સાથે વાત ન કર.

મહિલાનું એક અઠવાડિયાથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરું છું, છેલ્લા ત્રણ દિવસથી મારી રહ્યા છે. 100 નંબર પર મદદ માટે ફોન કરું તો તેઓ ફરિયાદ લખવા માટે પોલીસ સ્ટેશન બોલાવે તો આ લોકો મને ઘરમાં પુરી દે છે. તેથી હવે મે ફોન કરવાનું પણ બંધ કરી દીધુ છે. હવે માર સહન નથી થતો, અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે. એવું લાગે છે મારો જીવ જશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો