અમદાવાદમાં પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર બગાડતા નજર, પતિના બારોબાર બીજા લગ્ન કરાવી વોટ્સએપથી વહુને જાણ કરી
અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ (domestic violence) સામે ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાના આક્ષેપ છે કે તેના સસરા પતિની ગેરહાજરીમાં બદ દાનત રાખતા હતા. મહિલાએ ઘર બદલી નાખ્યું તો પણ ત્યાં સસરા આવતા હતા. આટલું જ નહીં મહિલાના નણંદોઈ એ મહિલાના પતિને મિત્રની મદદ કરવાના બહાને ઇન્દોર (indore) લઈ જઈ પરત અન્ય યુવતી સાથે આવ્યા હતા અને બાદમાં મહિલાના પતિના બીજા લગ્ન કરાવી (husband second marriage) દઈ તેને વોટ્સએપથી (whats app) જાણ કરતા તે બેભાન થઈ ગઈ હતી. સમગ્ર મામલે સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા (woman police complaint against in laws) પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શહેરના દાણીલીમડા માં રહેતી 30 વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2010 માં થયા હતા. લગ્ન જીવન દરમિયાન આ મહિલાએ ત્રણ સંતાનને જન્મ આપ્યો છે. લગ્ન બાદ ત્રણ ચાર માસ પછી સાસરિયાઓ એ આ મહિલા ને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પિયરથી કરિયાવર માં કઈ લાવી નથી તેમ કહી સાસરિયાઓએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આટલું જ નહીં મહિલાના પતિની ગેરહાજરીમાં સસરા બદ દાનત રાખતા અને પતિને આ વાત કરતા મહિલા સાથે અલગ રહેવા લાગ્યો હતો. છતાંય સસરા આ મહિલાના ઘરે આવતા હતા અને આ હરકતો શરૂ રાખી હતી. જેથી મહિલાએ સાસુને ફરિયાદ કરતા સાસુ સસરા એ ઘર બરબાદ કરવાની ધમકી પણ આપી હતી.
મહિલાનો દિયર અને અન્ય લોકો પતિ કહે તેમ જ રહેવાનું કહી તેને ત્રાસ આપવા લાગ્યા હતા. મહિલાની નણંદના લગ્ન થયા બાદ તેનો પતિ આ ભોગ બનનાર મહિલાના પતિને મળવા આવ્યો હતો અને જણાવ્યું કે તેના મિત્રની કોરોના માં હાલત ખરાબ થઈ ગઈ છે.
બાદમાં ઇન્દોર ખાતે લઈ જઈ પરત એક યુવતીને લઈને આવ્યા હતા. અને મહિલાના સાસરિયાઓ એ આ યુવતી સાથે મહિલાના પતિના બીજા લગ્ન પણ કરાવી દીધા હતા. બાદમાં ભોગ બનનાર મહિલાને વોટ્સએપથી આ લગ્નની જાણ કરતા તે બેહોશ થઈ ગઈ હતી.
બાદમાં મહિલાએ ફોન પર વાત કરતા સાસરિયાઓ એ ધમકી આપી અને ઘરમાંથી બાળકો સાથે નીકળી જવાનું કહ્યું હતું. આટલું જ નહીં સાસરિયાઓ એ કહ્યું કે તેમના પુત્રએ બીજા લગ્ન કરી લીધા છે એમ કહી ઘર તારું નથી કહીને બબાલ કરી હતી.
મહિલા આ ઝગડાનું વીડિયો રેકોર્ડિંગ કરતા તેના હાથમાંથી મોબાઈલ ફોન લઈ વીડિયો ડીલીટ કરવાનો પ્રયાસ કરાયો હતો અને રિબાઈ રિબાઈ ને મારીશું તેવી ધમકીઓ આપતા આખરે મહિલાએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે મહિલાના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..