11 વર્ષની પોલેન્ડની છોકરીએ ભારતમાં રહેવા માટે PM મોદીને લખ્યો ભાવુક પત્ર: “ભારત વિના અધૂરાં છીએ, અમને રહેવા દો”

દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશીઓ ભારત ફરવા માટે આવે છે. આ વિદેશીઓના દિલોદિમાગમાં આપણા દેશની સંસ્કૃતિ, શૈલી, ઐતિહાસિક સ્થળો, વાનગીઓ, કુદરતી સૌંદર્ય વસીજ જાય છે. અમુક પ્રવાસીઓ તો કાયમ માટે ભારતમાં વસી જ જવાનું નક્કી કરી લે છે. પોલેન્ડની એક મહિલાની 11 વર્ષની દીકરીને ભારત એટલું બધું ગમી ગયું છે કે, તેણે દેશના વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખ્યો છે. દીકરી એલિક્ઝા વાનાત્કો સાથે તેની માતા માર્ટા કોત્લાલ્કા ભારતના ગોવામાં રહેતી હતી. એલિક્ઝા ગોવાની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેના વીઝા રિન્યૂ ન થવાને લીધે તેઓ ભારતમાં વધારે સમય રહી શક્યા નહીં. હાલ મા-દીકરી કેમ્બોડિયામાં રહે છે, પણ ભારતમાં પસાર કરેલો સમય તેમના મગજ પર હાવી થઈ ગયો છે.

એપ્રિલ મહિનાથી માર્ટા કોત્લાલ્કા ટ્વીટ કરીને ભારતમાં રહેવાની વિનંતી કરી રહી છે.

ગોવા પ્રત્યેનો પ્રેમ

માર્ટાએ પીએમ મોદીને ટ્વીટ કરીને લખ્યું કે, મહેરબાની કરીને નરેન્દ્ર મોદી અમારી મદદ કરો. મારી 11 વર્ષની દીકરી ઘણી વ્યાકુળ છે. ભારત વિના અમે ઘણા અધૂરાં છીએ.આ ટ્વીટ સાથે તેણે તેની દીકરીએ હાથેથી લખેલા પત્રનો ફોટો પણ શેર કર્યો છે. એલિક્ઝાએ લખેલા આ પત્રમાં તેણે ગોવા પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે.

મહિલાની 11 વર્ષની દીકરીએ પીએમને પોતાના હાથે પત્ર લખ્યો

બ્લેક લિસ્ટમાં નામ નાખી દીધા છે

એલિક્ઝાએ લખ્યું કે, મને ગોવામાં મારી સ્કૂલથી બહુ પ્રેમ છે. ત્યાંની સુંદર પ્રકૃતિ અને પશુ બચાવ કેન્દ્ર મને ખૂબ યાદ આવે છે, જ્યાં હું ગાયોની દેખરેખ કરતી હતી. મારી માતા એક નાની યાત્રા કર્યા બાદ 24 માર્ચ 2019 પછી ભારતમાં પ્રવેશી ન શકી અને મને કહેવામા આવ્યું હતું કે, અમને નક્કી કરેલા સમય કરતાં ભારતમાં વધારે રોકવા બદલ બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે.

અમિત શાહ, પીએમ મોદી અને સુષ્મા સ્વરાજને વિનંતી

વધુમાં તેણે કહ્યું કે, અત્યારે હું મારી માતા સાથે રહું છું, પણ મને પ્યારા દેશની ખૂબ યાદ આવી રહી છે, હું રોજ એકલતા અનુભવું છું. માર્ટા અને તેની દીકરી ભારતમાં ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા પણ ગયા હતા. માર્ટા છેલ્લાં એપ્રિલ મહિનાથી દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી કાર્યાલય અને પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને ભારતમાં રહેવાની અનુમતિ માટે ટ્વીટ કરી રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો