પત્ની બની કાળ! દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પતિને પહેલા ખુરશી સાથે બાંધ્યો, પછી વીજળીનો કરંટ આપીને મોતને ઘાટ ઉતાર્યો
રાજસ્થાન (Rajasthan)ના ચૂરૂ જિલ્લાની એક ખૂબ જ ખતરનાક ઘટના સામે આવી છે. એક પત્નીએ કથિત રીતે તેના પતિને કરંટ આપીને મોતને ઘાટ ઉતારી દીધો (Wife Killed Husband By Giving Electric Shock) છે. ઘટના બાદથી સમગ્ર પંથકમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસ તપાસમાં પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શું છે સમગ્ર મામલો?
આ ઘટના બાદ પીડિત પતિ મહેન્દ્રદાન ચારણ (Mahendra Dan Charan) ને બિકાનેરની હોસ્પિટલ (Bikaner Hospital)માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નથી. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આરોપી પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પીડિત પતિએ જણાવ્યું હતું કે, તે જ્યારે કામ પરથી પરત ફર્યો ત્યારે તેની પત્ની સુમને તેને જમવાનું આપ્યું હતું. જમતા જમતા અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તે બેભાન થઈ ગયો. રાત્રે અચાનક કરંટનો ઝટકો વાગતા તેણે જોયું કે તે ખુરશી પર હતો અને તેના પગ તારથી બાંધેલા હતા. પીડિત પતિએ તેની પત્ની પર આરોપ મૂક્યો હતો કે, તેની પત્નીએ તેને મારી નાંખવાની નિયતથી કરંટના ઝટકા આપી રહી હતી અને તે ફરીથી બેભાન થઈ ગયો.
ત્યારબાદ આરોપી પત્નીએ તેના પતિના ભાઈ કમલ અને પિતા દેવીદાનને ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના પતિને કરંટ લાગ્યો છે. ત્યારબાદ મહેન્દ્રદાન ચારણને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે, રાત્રે લગભગ 9 વાગ્યે પતિ કામથી પોતાના ઘરે પરત ફર્યો હતો. જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ તેને જમવાનું આપ્યું, જેમાં તેણે બેભાન થવાની દવા મેળવેલી હતી. જ્યારે પતિ બેભન થઈ ગયો તો પત્નીએ તેને ખુરશી પર બેસાડીને તેના હાથ-પગ બાંધી દીધા અને પછી તેના પગમાં વીજળીનો કરંટ આપ્યો.
પોલીસની પૂછપરછમાં શું ખુલાસો થયો?
પોલિસની પૂછપરછમાં આ સમગ્ર મામલે કેટલાક ખુલાસા થયા છે. આરોપી પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ દારૂડિયો (Drunken Husband) હતો. તે તેની સાથે મારઝૂડ કરતો હતો અને ખરાબ ખરાબ ગાળો (Abuse) બોલતો હતો. આ તમામ બાબતોના કારણે તે ખૂબ જ પરેશાન હતી. થોડાક દિવસ પહેલા તેના પતિએ દારૂ પીને તેના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ કારણોસર તે ખૂબ જ નારાજ હતી અને તે તેના પતિ સાથે બદલો લેવા માંગતી હતી. પત્ની સુમન પર તેના પતિને મારી નાંખવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..