ગોંડલમાં પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત
રાજકોટ (rajkot news) જિલ્લાના ગોંડલ શહેરમાં (Gondal crime news) વધુ એક પરિણીતાએ પોતાના સાસરિયા (married women harassment) પક્ષના લોકો દ્વારા આપવામાં આવતો ત્રાસ સહન ન થતા આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી (married woman suicide) લીધું છે. માત્ર ત્રણ મહિના પહેલાં જ જે યુવતીએ પ્રેમ લગ્ન કર્યા (love marriage) હતા. ત્રણ મહિનામાં તે યુવતી નહીં પરંતુ યુવતીની લાશ તેના (girl dead body) માવતરના ઘરે પહોંચી ચૂકી છે. રવિવારના રોજ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ (rajkot civil hospital) ખાતે આવેલ પીએમ રૂમ ખાતે મોટી સમાજમાં સિંધી સમાજના લોકો પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સિંધી સમાજની દીકરીને જે લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે. તે તમામ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ તેમજ તાત્કાલિક અસરથી તમામની ધરપકડ થાય જેથી પીડિત પરિવારને ન્યાય મળે તે પ્રકારની માંગ પીએમ રૂમ ખાતે એકઠા થયેલા સિંધી સમાજના લોકોએ કરી હતી. ત્યારે ગણતરીની જ કલાકોમાં ગોંડલ સિટી પોલીસ દ્વારા મૃતક ભાવિકા શર્માના સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરના આવકાર રેસિડેન્સીમાં સાસરિયાઓના ત્રાસના કારણે ત્રણ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ સિંધી કોલોની ઝુલેલાલ નગરમાં રહેતા ભાવિકાબેનના માતા મમતાબેન અશોકભાઈ શર્માએ ભાવિકા બેનના પતિ ચિરાગ, સાસુ સોનલબેન, સસરા સંજયભાઈ અને દિયર રિતિક વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ત્રણ મહિના અગાઉ ભાવિકાના પ્રેમલગ્ન તેના પરિવારે રાજી ખુશીથી આહિર સમાજના યુવક ચિરાગ બલદાણીયા સાથે કર્યા હતા. પરંતુ લગ્નના 15થી 20 દિવસ બાદ સાસરીયા પક્ષ તરફથી પરિણીતાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
તેમજ તેનો દિયર પણ તેની સાથે રિલેશનશિપ રાખવા અંગે ત્રાસ આપતો હોય તે બાબતની જાણ યુવતીએ તેની માતાને પણ કરી હતી. ત્યારે ગઇકાલે રાત્રે પરિણીતાને ઢોરમાર મારવામાં આવતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.
તેમજ પરિવારજનો દ્વારા સમગ્ર મામલાને ગોંડલ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહી હોવાનો અક્ષય પણ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે પરિવારજનો રવિવારના રોજ બપોરના સમયે યુવતીના મૃતદેહને લઈ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. તેમજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દીકરીની લાશ નહિ સ્વીકારીએ તેવું પણ જણાવ્યું હતું.
ત્યારે સમગ્ર મામલે પરિવારજનો દ્વારા મૃતકના મૃતદેહને પીએમ કરવામાં આવ્યું છે ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતીના મોતનું સાચુ કારણ જાણી શકાશે. આમ, આખરે વધુ એક સાસરિયાઓના ત્રાસના કારણે કોઈની લાડકવાઇ દીકરીએ પોતાનું જ ગળું ઘૂંટી મોતને વ્હાલું કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..