અમદાવાદથી ચોટીલા પગપાળા જતી મહિલાને પુર ઝડપે જતી કારે અડફેટે લેતા અકસ્માતમાં મોત, કાર ચાલક થયો ફરાર
લીંબડી નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારે પદયાત્રી મહિલાને અડફેટે લીધી હોવાની માહિતિ સામે આવી છે. આ સાથે એમ પણ જાણવા મળી રહ્યું છે કે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લીંબડી નેશનલ હાઈવે પર જાખણ ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જતી કારે પદયાત્રી મહિલાને અડફેટે લેતા તે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાને યોગ્ય સારવાર મળે એ પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અમદાવાદ વાસણા વિસ્તારમાંથી ચોટીલા જવા નીકળેલા પદયાત્રી સંઘમાં જસીબેન ઠાકોર જોડાયા હતા. તેઓ વાસણા ખોડીયાર પાર્કના રહેવાસી છે અને અમદાવાદથી ચોટીલા પગપાળા યાત્રા જવા પદયાત્રા સંઘમાં જોડાયા હતા. લીંબડી હાઇવે પર જાખણના પાટિયા પાસે અજાણી કારે જસીબેન ઠાકોરને અડફેટે લેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કાર ચાલક ફરાર
જ્યારે આ અકસ્માત થયો ત્યારે કાર ચાલક તરત જ ભાગી છૂટ્યો હતો. લીંબડી પોલીસે સમગ્ર બનાવની વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં રોજેરોજ વધી રહ્યા છે અકસ્માતના બનાવો
ગઈકાલે બની હતી અકસ્માતની 3 ઘટનાઓ
ગુજરાતમાં ગઈકાલે એક બે નહીં ત્રણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના સોનગઢ પાલીતાણા હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ફોરવ્હિલમાં પટેલ પરિવાર ભાવનગરથી મોખડકા જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થતા કરુણાંતિકા સર્જાઈ છે. જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે.
પાલીતાણા-સોનગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં સ્થાનિકો મદદે
પાલીતાણા-સોનગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા જ્યારે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ 108ને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતની જાણ પોલીસેને કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે પોલીસે બે મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ પાસે રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, બે પેસેન્જર ઘાયલ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના વાયડ અને મેંલુસણ વચ્ચે રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષામાં સવાર બે પેસેન્જરને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમરેલી પાસે બસ અને કાર વચ્ચે ટક્કર
છેલ્લાં કેટલાંક સમયથી અકસ્માતના કેસોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. પાટણ અને ભાવનગર બાદ અમરેલી પાસે પણ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા હતા. ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા લોકો ડરી ગયા હતા. ધારી કૃષ્ણનગર બસ અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી. જો કે આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિનો આબાદ રીતે બચાવ થયો હતો. કારમાં સવાર લોકો લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..