મહિલા કોન્સ્ટેબલને ગ્રેડ પે આંદોલનમાં ભાગ લીધાની મળી આવી સજા, ગંભીર આક્ષેપો કરતો લેડી કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ
સહકર્મીઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપો કરતો એક વીડિયો શેર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેઓ વીડિયોમાં ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી રહ્યાં છે અને આપવીતી વ્યક્ત કરી રહ્યાં છે. નીલમબેનનો વાંક એટલો જ હતો કે તેમણે પોતાના હક માટે ગ્રેડ પે આંદોલનને સમર્થન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં કેટલીક તસવીરો મૂકી હતી. ગ્રેડ પે આંદોલન ભીનું સંકેલાઈ ગયા બાદ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંદોલનને સમર્થન કરનાર પોલીસ કર્મીઓને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. આંદોલન બાદ નીલમબહેનની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી શાહીબાગની કે કંપનીમાં અચાનક બદલી કરી દેવાઈ છે. હવે સતત ત્રણ દિવસ બહારગામ જાપ્તા માટેની ડયૂટી સોંપીને હેરાન કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી મેં એકનો એક યુનિફોર્મ પહેર્યો જેને ધોવા માટે પણ મને સમય આપવામાં ના આવ્યો. મારી સાથે છેલ્લા કેટલાક દિવસોથી કેદી કરતાં પણ ખરાબ વર્તન કરાઈ કહ્યું છે.
વીડિયોમાં વાત કરતા નીલમબહેને કહ્યું કે, ‘મને મારા ઇન્ચાર્જ દ્વારા સતત ત્રણ દિવસથી ગુજરાતમાં અલગ અલગ સ્થળે જાપ્તાની ડયૂટીમાં મોકલવામાં આવી રહી છે. હું એક સિંગલ મધર છું. મારું બાળક ઘરે એકલુ રહે છે. તેમ છતાં મેં ફરજ માટે બાળકની ચિંતા ના કરી અને ત્રણ દિવસ સુધી એક સ્થળેથી બીજા સ્થળે ફરતી રહી. ત્રણ દિવસ સુધી મેં એકનો એક યુનિફોર્મ પહેર્યો જેને ધોવા માટે પણ મને પોલીસ દ્વારા સમય આપવામાં ના આવ્યો.
જાપ્તાની ડયૂટી બાદ થાકના લીધે બેભાન થતાં નીલમબેનને દાખલ કરવા પડયાં
નીલમબહેનને જાપ્તાની ડયૂટી આપવામાં આવી હતી, જેમાં તેઓ ત્રણ દિવસ સુધી કેદીને એક જેલમાંથી બીજી જેલમાં બદલી માટે ફરી રહ્યા હતાં. સતત ત્રણ દિવસ સુધી શારીરિક થાક લાગતા છેવટે નીલમબહેન અમદાવાદમાં પહોંચીને બેભાન થઈ ગયાં હતાં. નીલમબેનની તબિયત વધારે ખરાબ થતાં તેમને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી હતી.
ગ્રેડ પે આંદોલનમાં ભાગ લેનાર શહેરના 9 પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી દેવાઈ
ગ્રેડ પે આંદોલનમાં કરનાર અમદાવાદના 9 જેટલા પોલીસકર્મીઓની શહેર પોલીસના એડમિન જેસીપી અજય ચૌધરીએ સજાના ભાગરૂપે જિલ્લા બહાર બદલી કરી દીધી છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાર્દિક પંડયા સચિવાલય ખાતે ગ્રેડ પે મુદ્દે ઉપવાસ પર બેઠો હતો. બાદમાં તેની અટકાયત થતાં સમગ્ર પોલીસ કર્મીઓમાં રોષ વ્યાપ્યો હતો. બાદમાં ગાંધીનગર ખાતે આંદોલન મોટાપાયે છેડાયું હતું. હાર્દિક પંડયાની બાપુનગરથી જૂનાગઢ, જ્યારે નિલમબહેનની કે કંપનીમાંથી ભાવનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..