સરકારી સ્કૂલો બંધ કરીને તે બાળકોને ખાનગી સ્કૂલોમાં લાવવાનું ષડયંત્ર ચાલે છેઃ ઈસુદાન ગઢવી, ખાનગી સ્કૂલોએ કરેલો ફી વધારો પાછો ખેંચો, નહીં તો રસ્તે ઉતરી આંદોલન કરીશું
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. ત્યારે ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોએ જે પાંચ ટકા ફી વધારો કર્યો છે તે પાછો ખેંચવા માટે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે.
ખાનગી સ્કૂલોએ પાંચ ટકાનો વધારો કર્યો એ પાછો ખેંચો
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ખાનગી સ્કૂલોએ 20 ટકાનો ફીમાં વધારો કર્યો છે. ભાજપની મિલીભગતથી પાછળથી ફી વધારી દેવામાં આવી છે. ગત વર્ષે ઓફલાઇન સ્કૂલો ચાલતી હતી છતાં ભાજપ સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોને ફી વધારા માટે જણાવી દીધું હોય એમ લાગે છે.અમે ગુજરાત સરકાર પાસે માંગ કરીએ છીએ કે ખાનગી સ્કૂલોએ પાંચ ટકાનો વધારો કર્યો છે એ પાછો ખેંચે. તે ઉપરાંત FRCમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરો અને સ્કૂલો દ્વારા ત્યાંથી જ ડ્રેસ, ચોપડા ખરીદવા માટે ફરજ પાડે છે એ બંધ કરવામાં આવે.
અમે વાલીઓ સાથે રોડ પર આંદોલન કરીશું
ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જો આ નવા સત્રમાં આ માગ નહિ સ્વીકારવામાં આવે તો અમે વાલીઓ સાથે રોડ પર આંદોલન કરીશું. ફી વધારો પાછો નહિ ખેંચાય તો શિક્ષણ ફી મુદ્દે આવેદનપત્ર આપીશું અને રોડ પર ઉતરીશું. ઇન્દ્રનીલ જોડાવવા અંગે ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હજી સુધી આ બાબતે મને જાણ નથી પણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને તેઓને અમે આવકારીએ છીએ એક થઈ આમ આદમીની સરકાર લાવો. વિપક્ષમાં ભાજપ મજબૂત છે. જેથી તેઓને વિપક્ષમાં બેસાડવા માટે એક થવું જરૂરી છે.
કોન્ટ્રાકટ કર્મચારીઓને પંજાબમાં કાયમી કરવામાં આવ્યાં
જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ અને સારા એવા નિર્ણયો લેવાઈ ગયા.પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે 35000 કોન્ટ્રાકટ કર્મચારીઓ છે.તેમને કાયમી કરવાનો નિર્ણય કર્યો.મુખ્યમંત્રીએ પહેલી વખત એમના મોનીટરીંગમાં રહીને એક whatsapp નંબર જાહેર કયોઁ. જે એન્ટી કરપ્શન જે કોઈ તમારા જોડે ભ્રષ્ટાચાર એટલે કોઈ પણ સરકારી કર્મચારી કઈ પણ સરકારી કામ કરવા માટે ના પૈસા માંગતો હોય તો તરત જ આ નંબર ઉપર માહિતી આપો જાતે મુખ્યમંત્રી ભગવાન માન આ વિષય ઉપર તપાસ કરશે. અને દંડનીય જોગવાઇ મુજબ એને એ સજા કરવામાં આવશે.
સેવાનું કામ ભાજપની સરકારને ગમ્યું નહિ
અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાહેબને સારું નથી લાગતું કે આટલી સારી સેવા આમ આદમી પાર્ટી કેવી રીતે આપી શકે છે.ગરીબોને તમે ઘરે રાશન કેમ પહોંચાડો છો.એટલે આવું સેવાનું કામ ભાજપની સરકારને ગમ્યું નહિ.એટલે દિલ્હીમાં આ સેવા બંધ કરાવી દેવામાં આવી.પણ પંજાબ સંપૂર્ણ રાજ્ય છે એટલે પંજાબમાં ભગવંત માંનજી એ આ નિર્ણય લીધો કે ઘર ઘર રાસન તો હું પોહચાડીને જ રહીશ. અને અમને આવી સરસ સેવાની શરૂઆત કરી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..