દાહોદના ધાનપુરની કલંકિત ઘટના: પીપોદરા ગામે માતા-પત્ની અને ભાભીની મદદથી એક યુવકે કિશોરી પર 3 દિવસ અને તેના મિત્રએ 4 મહિના સુધી દુષ્કર્મ આચર્યું

ધાનપુર તાલુકાના પીપોદરા ગામના યુવકે તેની માતા-પત્ની અને ભાભીની મદદથી કિશોરીના ઘરે જઇ તેનાં ભાઇ-બહેનને ધાકધમકી આપી ઉપાડી લીધી હતી. ત્યાર બાદ પોતાના ઘરે લઇ ત્રણ દિવસ ગોંધી રાખી અવારનવાર બળાત્કાર ગુજાર્યો, એ બાદ તેના મિત્રને સોંપી દીધી હતી. તે મિત્રે પણ કિશોરીને પત્ની તરીકે રાખવા બળજબરીપૂર્વક લઇ જઇ ચાર મહિના સુધી ગોંધી રાખી અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી મૂઢમાર મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે બચીને નીકળી આવેલી કિશોરીએ 5 સામે ગુનો નોંધાવ્યો હતો.

બળજબરીથી મોઢું દબાવી ઉપાડી ગયા
પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામનો અરવિંદ મણિયા હજારિયા તથા તેની પત્ની અલ્પા અને માતા સૂરજબેન અને ભાભી કલાબેન ગોવિંદભાઇ હજારિયા ચારેય જણાં ભેગાં મળી 10 મે 21ના રોજ રાત્રિના બારેક વાગ્યાના અરસામાં ધાનપુર તાલુકાના એક ગામની 16 વર્ષની કિશોરીના ઘરે ગયાં હતાં. તેનાં ભાઇ-બહેનને ધાકધમકી આપી બળજબરીપૂર્વક ઓઢણીથી કિશોરીનું મોઢું દબાવી ઉપાડી લઇ તેમના ઘરે પીપોદરો ગામે લઇ ગયાં હતાં. ત્યાં અરવિંદ હજારિયાએ ધામકધમકી આપી ત્રણ દિવસ સુધી ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યાર પછી અરવિંદે દેવગઢ બારિયાના પીપલોદ ગામના તેના મિત્ર રાજેશ દીપસિંગ પટેલને સોંપી દેતાં રાજેશે જબરદસ્તી કિશોરીને પોતાની પત્ની તરીકે રાખવા માટે તેને છકડો રિક્ષામાં બેસાડી તેના મામાના ઘરે અસાયડી ગામે તેમજ તેના પોતાના ઘરે પીપલોદ ગામે ચાર મહિના સુધી ગોંધી રાખી ધાકધમકી આપી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિશોરીને મોકો મળતાં તે રાજેશની ચૂંગાલમાંથી બહાર નીકળી આવી હતી અને ધાનપુર પોલીસ મથકે પાંચેય સામે ગુનો નોંધાવતાં પોલીસે કાયેદસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી હતી.

યુવકને તેના આખા પરિવારે સાથ આપ્યો
ઘટનામાં યુવક સહિત તેના પરિવારની ત્રણ મહિલાએ સાથ આપ્યો હોવાનું યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવવમાં આવ્યું છે. ત્યારે કિશોરી પર થયેલી આ ક્રૂરતામાં મહિલાઓએ પણ ભાગ ભજવ્યો હોવાથી સમગ્ર પંથકમાં આ કિસ્સો ચર્ચાની એરણે છે. કિશોરીએ આ ઘટનામાં નિવેદન આપતાં તમામ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો