શિયાળામાં કાનના દર્દને કરશો ઈગ્નોર તો નોતરશો ગંભીર સમસ્યા, કાનના દર્દમાં રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો, કરી લો ટ્રાય
શિયાળામાં તમને કાનમાં દર્દની સમસ્યા રહે છે તો તમે તેને ઈગ્નોર ન કરો. અનેકવાર કાનમાં દર્દ થવાનું કારણ સામાન્ય હોય છે. આવું ઠંડીના કારણે થઈ શકે છે. કેટલાક કેસમાં તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ કારણોને લીધે થાય છે કાનમાં દર્દ
કાનમાં દર્દનું કારણ બેક્ટેરિયા કે વાયરસનું સંક્રમણ હોઈ શકે છે. તેના કારણે તમને તાવ, ઉલ્ટી અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.
ઠંડીના કારણે પણ અનેકવાર કાનમાં દર્દની સમસ્યા રહી શકે છે.
શિયાળામાં તમને શરદી થાય તો તે સ્થિતિમાં પણ ક્યારેક કાનમાં દર્દની સમસ્યા થઈ શકે છે.
શરદીના કારણે નાકથી કાન સુધી આવનારી યૂસ્ટેકિયન ટ્યૂબમાં તકલીફ આવે છે. આ કારણે સંક્રમણ વધે છે અને સોજાની સમસ્યા આવે છે. તેના કારણે ક્યારેક ઈન્ફેક્શન પણ થાય છે. કફ બહાર ન આવવાની સ્થિતિમાં પણ દર્દની સમસ્યા રહે છે.
શિયાળામાં જો તમને કોઈ સમસ્યા છે તો તમારે તરત જ તેની સારવાર કરાવવી. નહીં તો તે ગંભીર રૂપ લઈ શકે છે.
દાંતમાં દર્દના કારણે કાનમાં દર્દની સમસ્યા રહે તે શક્ય છે. તમે દાંતની કોઈ સમસ્યા છે તો તરત જ સારવાર લો તે ઈચ્છનીય છે.
કાનના દર્દને દૂર કરવાના જાણી લો ઘરેલૂ ઉપાય
ડુંગળીનો રસ
કાનમાં ઠંડીના કારણે કે ઠંડો પવન ભરાઈ જવાના કારણે પણ દર્દની સમસ્યા થઈ શકે છે. તમે તેના માટે ડુંગળીનો રસ ઉપયોગમાં લઈ શકો છો. તેમાં ડુંગળીના રસના 2-3 ટીપાં કાનમાં નાંખો. તેનાથી આરામ મળશે.
સરસિયાનું તેલ
કાનમાં દર્દ હોય તો સરસિયાનું તેલ પણ આ સમસ્યામાં આરામ આપી શકે છે. આ માટે તેલને સામાન્ય ગરમ કરીને તેના 2-3 ટીપાં કાનમાં નાંખો.
લસણનું તેલ
સરસિયાના તેલમાં લસણની 2 કળીને નાંખો અને તેને ગરમ કરો. તેને કાનમાં નાંખો. દર્દ જો સામાન્ય છે તો આ ઉપાયોથી આરામ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..