સુરતમાં જીવન ભારતી શાળાનો પરિપત્ર વાઇરલ થતાં વિવાદ: હિંદુ સિવાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ મળશે
સુરતની જીવન ભારતી શાળાએ હિંદુ સિવાયના કેટલાક ધર્મ-જાતિના લોકોને જ શિષ્યવૃત્તિના લાભ મળશે એવો પરિપત્ર વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. વાઇરલ થયેલા આ પરિપત્ર બાદ કેટલાક સમાજ સેવકોએ આ પરિપત્રનો વિરોધ કરી હિંદુઓની લાગણી દુભાવતો પરિપત્ર ગણાવ્યો છે. વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપએ કેન્દ્ર સરકારની યોજનાનો એક ભાગ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળે એ એમનો હક્ક છે.
પત્રને લઈને ટ્રસ્ટીઓએ પણ સ્પષ્ટતા આપી
નિમિષા નાયક (આચાર્ય, જીવન ભારતી શાળા) એ જણાવ્યું હતું કે અમે ત્રણ વર્ષથી આવો સ્પષ્ટતા કરતો પત્ર મુક્તા આવ્યા છે. આ વર્ષે પણ ઇશ્યુ થયો છે. કોઈએ બદ ઈરાદાથી વાઇરલ કરી પત્રનો દૂર ઉપયોગ કર્યો છે. જે ધ્યાનમાં આવતા જ અમે બીજો પત્ર પણ મુક્યો છે. કોઈને મન દુઃખ થયું હોય તો ખોટું ન લગાડવું. ટ્રસ્ટીઓએ પણ સ્પષ્ટતા આપી છે.
કોઈ ગરીબ વિદ્યાર્થી સાથે અન્યાય પણ ન કરવો જોઈએ
ધર્મેશ ગામી (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ પરિપત્ર પણ કેન્દ્ર સરકાર તરફથી જ આવ્યો છે. શાળા અંગત રીતે આ બાબતે માત્ર એક માધ્યમ તરીકે જ સંકળાયેલી છે. આવા પરિપત્રને બહાર પાડી હિંદુઓની લાગણી દુભાતી હોય એવા કાર્ય શાળાઓએ ન કરવા જોઈએ. લઘુમતીના વિદ્યાર્થીઓ જ સ્કોલરશીપ માટે હક્કદાર છે એવું માનીને કોઈ ગરીબ વિદ્યાર્થી સાથે અન્યાય પણ ન કરવો જોઈએ.
પરિપત્રની વ્યાખ્યા સમજી બહાર પાડવો જોઈએઃ સામાજિક કાર્યકર્તા
વધુમાં જણાવ્યું હતું કે દરેક શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે અને વિદ્યાર્થીઓ જ આવતીકાલનું ભવિષ્ય છે. અનેક ગરીબ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની આર્થિક મદદથી દેશનું નામ રોશન કરવામાં સફળ થયા છે એટલે શાળાઓએ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે આવા પરિપત્રની વ્યાખ્યા સમજે અને ત્યારબાદ બહાર પાડે એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..