શું સી.આર.ભાઈ ફરી કોંગ્રેસી ધારાસભ્યોને તોડશે? 19 સંપર્કમાં હોવાની વાત, ચૂંટણી પહેલાં આ સભ્યોને પ્રવેશ આપવાનો તખ્તો તૈયાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 પ્લસનો ટારગેટ પૂર્ણ કરવા માટે કોંગ્રેસના મજબૂત અને ચૂંટણી જીતી શકે તેવા નેતાઓની જરૂરીયાત છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમારા ધ્યાનમાં કોંગ્રેસના એવા 19 ધારાસભ્યો છે કે જેઓનો ભાજપમાં પ્રવેશ થાય તો અમારો ટારગેટ પૂર્ણ થઇ શકે છે. ચૂંટણી પહેલાં આ સભ્યોને પ્રવેશ આપવાનો તખ્તો ઘડાઇ રહ્યો છે.
ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા પછી સીઆર પાટીલે કહ્યું હતું કે હવે એકપણ કોંગ્રેસીને ભાજપમાં પ્રવેશ અપાશે નહીં પરંતુ તેમના હાઇકમાન્ડની ઇચ્છા આગળ તેમનું કંઇ ચાલવાનું નથી. પાર્ટી પ્રમુખના નિવેદન પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ઘણાં નેતાઓ ભાજપમાં સામેલ થયાં છે.
હવે ભાજપ વિધાનસભા ઓપરેશન 2022 શરૂ કરશે. આ ઓપરેશનમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ કલ્પના પણ નહીં કરી હોય તેવા ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો મેળવી જનારી કોંગ્રેસ પાસે અત્યારે 65 ધારાસભ્યો છે. ચાર વર્ષમાં 12 ધારાસભ્યો ભાજપમાં સરકી ગયા છે. આ ઓપરેશન વિધાનસભાના બજેટ સત્ર પછી શરૂ થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં માધવસિંહ સોલંકીએ સૌથી વધુ 149 બેઠકો મેળવી હતી. તેમનો આ રેકોર્ડ હજી સુધી કોઇ પાર્ટી તોડી શકી નથી. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રાજ્યમાં 2002, 2007, 2012 એમ કુલ ત્રણ ચૂંટણી લડવામાં આવી હતી છતાં તેઓ માધવસિંહનો આ રેકોર્ડ તોડી શક્યા નથી. 2017માં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. આ નામોશી પછી પાર્ટીના હાલના પ્રદેશ પ્રમુખે એવી બડાશ મારી હતી કે તેઓ 182 પૈકી 182 બેઠકોમાં ભાજપને વિજય અપાવશે પરંતુ આ ઉક્તિ મુંગેરીલાલના હસીન સપનાં જેવી છે. જો કે પાર્ટીના હાઇકમાન્ડનું ફરમાન છે કે આ વખતે ગુજરાતમાં ભાજપને 150 પ્લસ બેઠકો મળવી જોઇએ.
માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ નવી સવી આમ આદમી પાર્ટીમાં પણ ગાબડા પાડવાનું ભાજપે શરૂ કરી દીધું છે. સુરતમાં મહાનગરપાલિકામાં 27 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા. તેમાંથી 5 કોર્પોરેટરોએ પાર્ટી છોડીને ભાજપના કંઠી બાંધી લીધી છે. તેઓ અપક્ષ તરીકે હવે પાલિકામાં કામ કરશે પરંતુ સપોર્ટ ભાજપને કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..