વડોદરામાં બે જોડિયા બાળકોની માતા 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ, 4 તોલા સોનું પણ સાથે લઈ ગઈ
અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો બંધાવવા એ સામાન્ય બાબત બની ગઈ છે. આવા સંબંધોમાં ઉંમર કે નાતજાત પણ જોતા નથી. ત્યારે વડોદરામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં બે બાળકોની માતા એક 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. અને એટલું જ નહીં ઘરમાંથી ચાર તોલા સોનું પણ લઈને ગઈ હતી. પતિએ જાણવા જોગ બાદ નોંધાવ્યા છતાં પત્નીને કોઈ ભાળ ન મળતાં પતિએ પોલીસ કમિશ્નરને અરજી કરી હતી.
ઘટના અંગે વાત કરીએ તો ન્યૂ વીઆઈપી રોડ પર ખોડીયારનગરની પાછળ આવેલી સોસાયટીમાં રહેતાં યુવકના લગ્ન પાંચ વર્ષ અગાઉ અંજલી (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. પાંચ વર્ષના લગ્નજીવનમાં અંજલીએ જોડિયા સંતાન દિકરા-દીકરીને જન્મ આપ્યો હતો. અંજલીએ પોતાના કાંડા પર પતિ જયેશના નામનું ટેટુ પણ ચિતરાવ્યું હતું.
અરજી આપનાર યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ધો-12 પાસ 24 વર્ષિય અંજલીને તેનાથી નાની ઉંમરના અને ધો-10 નાપાસ સાથે પ્રેમ થયો હોવાની વાતો છેલ્લાં કેટલાક સમયથી અમારા ધ્યાનમાં આવી હતી. અંજલી એકલી હોય ત્યારે યુવક ઘરે પણ તેને મળવા આવતો હોવાની વાત જાણવા મળી હતી. જોકે, અંજલીએ તેના પર ખોટા આક્ષેપ કરાય છે એવી ફરિયાદ સાસરીયાને કરી હતી.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, યુવકની કોઈ કમાણી નથી અને નથી કોઈ બેંક બેલેન્સ આ વિગતો તેના માતા-પિતા પાસેથી જ જાણવા મળી છે. જ્યારે બીજી તરફ અંજલી આશરે 4 તોલા દાગીના લઈને ઘરેથી નીકળી હતી. બંને જણા પહેલા માંડવી ગયા હતાં અને માંડવી ખાતે કોઈ જ્વેલર્સને દાગીના વેચીને દોઢ-બે લાખ રૂપિયા મેળવ્યા હોય તેવી આશંકા છે.
28 નવેમ્બરના રોજ આ મામલે બાપોદ પોલીસના ચોપડે જાણવા જોગ નોંધમાં પરિણીતા તેના બે બાળકો સાથે ઘરેથી જતી રહી હોવાની વિગતો દર્શાવવામાં આવી હતી. પોલીસે પરિણીતા પ્રેમી સાથે ભાગી હોવાની વિગતો કોઈક કારણોસર ચોપડે ચડાવી નહોતી.
જેને પગલે બાપોદ પોલીસ બે માસૂમ બાળકોને લઈને ભાગેલી પરિણીતાને શોધવામાં રસ દાખવતી ના હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. પોલીસ કમિશનરને અરજી કરીને પત્ની અને બાળકો શોધી આપવા વિનંતી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..