ખેતર વેચી પત્નીના ખાતામાં 39 લાખ રૂપિયા જમા કર્યા, ખાતામાં ખાલી 11 રૂપિયા મૂકી પાડોશી સાથે ભાગી ગઈ પત્ની

બિહારમાં એક પત્ની પર 39 લાખ રૂપિયા લઇ ફરાર થવાનો આરોપ છે. આ રૂપિયા તેના પતિએ પત્નીના ખાતામાં જમીન વેચીને જમા કરાવ્યા હતા. આરોપ છે કે પત્નીએ ખાતામાં માત્ર 11 રૂપિયા બાકી રાખ્યા અને પોતાના પાડોશી સાથે ફરાર થઇ ગઇ. ઘટના પટનાના બિહટાની છે. ફરાર મહિલા બે બાળકોની માતા છે. પતિએ શહેરમાં જમીન લેવા માટે તે પૈસા સાચવીને રાખ્યા હતા.

પતિ દ્વારા પોતાની પૈતૃક સંપત્તિ વેચીને શહેરમાં ઘર બનાવવા માટે 39 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. હવે પતિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બ્રીજકિશોરના લગ્ન 14 વર્ષ પહેલા પ્રભાવતી દેવી સાથે થયા હતા. બંનેને એક દીકરો અને દીકરી પણ છે. બ્રીજકિશોરે પોતાના બાળકોના અભ્યાસ માટે ગામથી અલગ બિહટામાં ભાડેથી મકાન લઇ રાખ્યું હતું. ત્યાં જ પ્રભાવતી દેવી પોતાના બાળકો સાથે રહેતી હતી. બ્રીજ કિશોર પોતે ઘર ચલાવવા માટે ગુજરાત જઇ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા.

બ્રીજકિશોરે જણાવ્યું કે પત્નીના કહેવા પર તેણે ગામની પૈતૃક સંપત્તિ વેચીને 39 લાખ રૂપિયા પોતાની પત્નીના ખાતામાં જમા કરાવ્યા હતા. પછી એક અઠવાડિયા પહેલા પત્નીના કહેવા પર તે ગુજરાતથી ઘરે પણ આવ્યો. પણ જ્યારે ગામના ઘરેથી ભાડેના મકાન પર પહોંચ્યો તો ત્યાં તાળા લાગ્યા હતા. પત્નીને ફોન કર્યો તો તે બંધ આવી રહ્યો હતો. મકાન માલિકને પૂછવા પર જાણ થઇ કે પ્રભાવતી સવારે 5 વાગ્યે મકાન ખાલી કરીને ચાલી ગઇ છે. બ્રીજ કિશોરે પોતાના સ્તર પર પત્નીને શોધવાની કોશિશ કરી. પણ કશી જાણ થઇ નહીં. આખરે તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી.

જાણકારી મુજબ, પોલીસે તપાસ કરતા જાણ થઇ કે પ્રભાવતીનો કોઇ યુવક સાથે સંબંધ હતો. જેના ખાતામાં તેણે 26 લાખ ટ્રાન્સફર પણ કર્યા હતા. તો બાકીના 13 લાખ રૂપિયા ચેક દ્વારા કાઢવામાં આવ્યા હતા. હાલમાં ખાતામાં માત્ર 11 રૂપિયા છે. આ કેસની તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો