પુલવામા હુમલામાં શહીદ જવાનના ઘરે દીકરો જન્મતા જ શહીદની પત્નીએ દેશનું ઋણ અદા કરવા સેનામાં મોકલવા નું કહ્યું, આવી જનેતાને સો-સો સલામ..
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રદીપ યાદવની પત્ની નીરજ યાદવે શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને ખોળામાં લઈને નીરજ ભાવુક થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરજે કહ્યું કે, આ તેના પતિનો અંશ છે.
યુપીના કન્નૌજના સુખસેનપુરના નિવાસી પ્રદીપ યાદવનો પરિવાર કલ્યાણપુરમાં રહે છે. પરિવારમાં પત્ની નીરજ અને બે દીકરીઓ છે. પ્રદીપ યાદવ શહીદ થયા ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી.
શનિવારે હોસ્પિટલમાં વાતચીત દરમિયાન નીરજે કહ્યું કે, ‘દેશનું તેમના પર ઋણ છે, જેને અદા કરવાનું છે. આ માટે દીકરાને પણ દેશ સેવા માટે સેનામાં મોકલીશ.’
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં યુપીના કન્નૌજ જિલ્લાના પ્રદીપ યાદવ શહીદ થઈ ગયા હતા. તેમના શહીદ થવાની ખબર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરંતુ હવે દીકરાના રૂપમાં તેમના ઘરે ખુશીઓ પાછી આવી છે. પ્રદીસ સિંહ યાદવ શ્રીનગરમાં 115 બટાલિયનમાં તહેનાત હતા. પુલવામા હુમલાથી ચાર દિવસ પહેલા જ તેઓ રજાઓ પરથી ડ્યુટી પર પાછા આવ્યા હતા.
દીકરો જન્મતા જ શહીદની પત્નીએ દેશનું ઋણ અદા કરવા સેનામાં મોકલવા નું કહ્યું, આવી જનેતાને સો-સો સલામ..
એક લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.