રાજકોટમાં પતિના આડા સંબંધના કારણે પરિણીતાએ ઘોળ્યું વખ, બે સંતાનો માતાની છત્રછાયા વિહોણા બન્યા

રાજકોટ શહેરમા વધુ એક પરણિતાએ પોતાના પતિના આડા સંબંધોના કારણે પોતાનુ જુવન ટુંકાવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાએ આપઘાત (Woman Suicide) કરી લેતા બે માસુમ સંતાનોને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટ શહેર (Rajkot City) આમ તો રંગીલુ શહેર તરીકે ઓળખાઈ છે. પરંતુ રાજકોટ શહેર અને જિલ્લો અવાર નવાર ગુનાહિત કૃત્યો માટે ચર્ચાના એરણે ચડતો રહેતો હોઈ છે. ત્યારે રાજકોટ શહેરમા વધુ એક પરણિતાએ પોતાના પતિના આડા સંબંધોથી કંટાળી મોતને વ્હાલુ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવતા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા રહેતી રીના વિજય પરમાર નામની પરણિતાએ ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. સમગ્ર મામલાની જાણા સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા આજીડેમ પોલીસને કરતા તાત્કાલિક અસરથી આજીડેમ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ઘટના સ્થળ પર પહોચ્યો હતો. પોલીસ દ્વારા જરુરી પંચનામાની કાર્યવાહી પુર્ણ કરવામા આવી હતી. તો સાથેજ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રુમ ખાતે ખસેડવામા આવી હતી.

પોલીસે પરિવારજનોની પુછપરછ કરતા માલુમ પડ્યુ હતુ કે, મૃતક રીનાના લગ્ન વિજય પરમાર નામના વ્યક્તિ સાથે પાંચ વર્ષ પુર્વે થયા હતા. તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. વિજયને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેના કારણે છેલ્લા એક વર્ષથી રિસામણે બેઠી હતી. ત્યારે અંતે પોતાના લગ્ન જીવનનો કોઈ સુખદ ચિતાર ન દેખાતા રીનાએ પોતાના ઘરે ઝેરી દવા પી મોતને વ્હાલું કરવાનુ નક્કી કર્યું હતું. જે અંતર્ગત તેણે ઝેરી દવા પી લેતા હાલ બે માસૂમે પોતાની વહાલસોયી માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો