શ્રાદ્ધનું ભોજન કાગડા, શ્વાન અને ગાયને જ કેમ ખવડાવવામાં આવે છે? જાણો એનું કારણ

ગ્રંથો મુજબ, કાગડો યમનું પ્રતીક છે, જે દિશાઓનું ફલિત એટલે શુભ-અશુભ સંકેત આપે છે. તેથી શ્રાદ્ધનો એક ભાગ તેને પણ આપવામાં આવે છે. કાગડાઓને પિતૃનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રાદ્ધનું ભોજન કાગડાઓને ખવડાવવાથી પિતૃ દેવતા પ્રસન્ન થાય છે. અને શ્રાદ્ધ કરનારને આશિર્વાદ આપે છે.

શ્રાદ્ધના ભોજનનો એક ભાગ ગાયને ખવડાવવામાં આવે છે. કારણ કે ગ્રંથોમાં ગાયને વૈતરણીથી પાર પડાવનારી ગણવામાં આવે છે. ગાયમાં દરેક દેવતા નિવાસ કરે છે. ગાયને ભોજન કરાવવાથી દરેક દેવતાઓ તૃપ્ત થાય છે. તેથી શ્રાદ્ધનું ભોજન ગાયને આપવું જોઈએ.

શ્વાનને યમરાજનું પશુ માનવામાં આવે છે. શ્રાદ્ધનો એક ભાગ તેને આપવાથી યમરાજ પ્રસન્ન થાય છે. શિવમહાપુરાણ મુજબ, શ્વાનને રોટલી ખવડાવતી સમયે બોલવું જોઈએ કે- યમરાજના માર્ગનું અનુસરણ કરનાર શ્યામ અને શબલને 2 શ્વાન હતા, હું તેમના માટે અન્નનો એક ભાગ આપું છું. તેઓ આ ભોજનને ગ્રહણ કરે. તેને કુક્કરબલિ કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

આ પણ વાંચજો –

હિંદુ પરંપરા મુજબ કંઈ તિથિએ કોનું શ્રાદ્ધકર્મ કરવું જોઈએ? જાણો પૂર્વજો માટે કરવામાં આવતા શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો