ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું? જાણો વિગતે..

ઘણીવાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખવાથી પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. ઈન્ટરનેટ બેંકિંગના વધતા ચલણના કારણે આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. ઘણા લોકોને એ વાતની જાણકારી જ નથી હોતી કે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું જોઇએ અને આ પૈસા કેવી રીતે પાછા મેળવી શકાય? તો ચાલો આજે જાણી લઇએ કે આપણી સાથે આવું થયું તો પૈસાનું નુકસાન થતું રોકવા શું કરવું જોઇએ.

ખોટા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવાથી બેંકને જાણ કરો 

કોઈ બીજાના ખાતામાં અથવા વધુ પૈસા ટ્રાન્સફર થઈ જાય તો વહેલી તકે તમારી બેંકને જાણ કરો. જો તમારું અને સામેવાળી વ્યક્તિનું ખાતું એક જ બેંકમાં હશે તો ઝડપથી સમસ્યાનું સમાધાન થઈ જશે. એક અથવા બે દિવસમાં તમારા પૈસા પાછા આવી જશે.

રિઝર્વ બેંકની માર્ગદર્શિકા એ છે કે જો પૈસા બીજા ખાતામાં ભૂલથી જમા થઈ જાય તો બેંકે શક્ય એટલી વહેલી તકે પગલાં લેવા પડશે. બેંકે ખોટા ખાતામાં ટ્રાન્સફર થયેલા પૈસા સાચા ખાતામાં પરત કરવાની વ્યવસ્થા કરી આપવી પડશે.

ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો તરત પગલા લો આ પગલા, સામેવાળી વ્યક્તિ પૈસા પરત ન કરે તો કેસ કરી શકાય.

ટ્રાન્ઝેક્શનના પ્રુફ માટે તમે ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ પણ રજૂ કરી શકો છો. ત્યારબાદ બેંક તમારી પ્રોસેસ શરૂ કરશે, જેમાં 2થી 3 દિવસનો સમય લાગે છે.

અમાઉન્ટ ટ્રાન્સફર થયેલા ખાતાની બેંકની બ્રાન્ચમાં જવું પડશે

જો સેન્ડર અને રિસીવરનું અકાન્ટ એક જ બેંકમાં છે તો આ પ્રોસેસ ઝડપથી પૂરી થઈ જાય છે. પરંતુ રિસીવરનું અકાઉન્ટ બીજી બેંકમાં હોય તો સમય લાગે છે.

બીજી બેંક હોવાના કિસ્સામાં જે બેંક ખાતામાં તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દીધા છે એ બેંકની બ્રાંચમાં જઇને તમારે ફરિયાદ નોંધાવવી પડશે. બેંક પોતાના ગ્રાહકની પરવાનગી વિના કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકતું નથી.

આ ઉપરાંત, બેંકો પોતાના ગ્રાહકો વિશે માહિતી પણ પૂરી પાડતી નથી. તેથી તમારે એ બેંકને બધી પરિસ્થિતિ સમજાવવી પડશે. ત્યારબાદ તે બેંક એ ખાતાના માલિકને જાણ કરશે અને પૈસા પાછા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેશે.

જો સામેવાળી વ્યક્તિ પૈસા પરત કરવાની ના પાડી દે તો?

ભૂલથી કોઈ બીજા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય એવા કિસ્સામાં સામેવાળી વ્યક્તિ પૈસા પરત કરવા માટે માની જાય તો ઠીક છે. નહીં તો, જો તે પૈસા પરત કરવાની ના પાડી દે તો તમે તેની સામે કેસ દાખલ કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો