ચૂંટણી જીતીને કેટલાકને હવા ભરાઈ જતી હોય છે, એ હવા આપણે કાઢી નાંખીશુ, ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર્તાનું અપમાન કરે તે નહીં સહન કરાય: પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હંમેશા કાર્યકર્તાઓને સાંભળવાની અને તેમના કામ કરવાની સુચનાઓ આપતા હોય છે. પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા કાર્યકર્તાને વધારે માન સન્માન આપવાની વાત કરે છે. જામનગરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટીલે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપમાં કોંગ્રેસની જેમ રિસામણા અને મનામણા થતા નથી. આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું હતું કે, ચૂંટાયાબાદ કેટલાક ઉમેદવારને હવા ભરાઈ હતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વાવાઝોડું ફૂંકાય તો પવન હોય, તમારી સાયકલની ટ્યૂબમાં તમારે હવા ભરવી હોય તો વાવાઝોડું જે તરફથી આવતું હોય તે તરફ ટ્યુબનો વાલ ધરી દો તો સાયકલની ટ્યુબમાં હવા ન ભરાય. આ હવા ભરવા માટે પંપ જોઈએ અને આ નાનકડો પંપ જે કામ કરે છે તે વાવઝોડું પણ કરી શકતું નથી.
અહીં બેસેલા કાર્યકર્તાઓ પણ પંપનું કામ કરે છે. તે ટ્યુબમાં હવા ભરીં દે છે. તેઓ પોતાની જવાબદારી સમજે છે. વાવાઝોડાથી હવા ફૂંકાય અને ટ્યુબમાં હવા ભરાઈ તેની રાહ તેઓ જોતા નથી. તે પોતે એક વાવાઝોડું છે અને પોતાને પંપમાં રૂપાંતર કરીને તાકાત ભરી દે છે.
તેમને એમ પણ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર ક્યારેક જીતતા હોય છે ત્યારે કેટલાકને હવા પણ ભરાઈ જતી હોય છે. કાર્યકર્તાને ભૂલી જતા હોય છે. આટલા બધા નહીં ગભરાવ, એ હવા આપણે કાઢી નાંખીશું. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર્તાનું અપમાન કરે તે કોઈ હાલતમાં સહન ન કરી શકાય. આજ તો તાકાત છે અને આ તાકાતને કારણે આપણે જીતતા હોઈએ છીએ, આ તાકાતના આધારે સરકાર બનતી હોય છે, મંત્રી બનતા હોય છે.
અલગ-અલગ જગ્યા પર પોતે પદ પર બેસતા હોય છે. જ્યારે તમારા કાર્યકર્તા આ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે કામ લઇને જાય ત્યારે તેને માન અને સન્માન મળવું જોઈએ. તેની વાત સાંભળવામાં આવી જોઈએ અને સાંભળેલી વાત પર કામ કરવું જોઈએ. આજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..