કોઈ જ વર્કઆઉટ વિના આ છોકરાએ 43 કિલો વજન ઘટાડ્યું, તેણે જણાવ્યું આખરે કઈ રીતે જિમ ગયા વિના આટલું વજન ઉતાર્યું

ઘણાં બધાં લોકો વજન ઘટાડવા માગતા હોય છે પણ રિઝલ્ટ ન મળવા પર છેલ્લે હારી જાય છે. પણ જો સતત મેહનત કરવામાં આવે તો લક્ષ્ય મેળવવાથી કોઈ રોકી શકે નહીં. દિલ્હીના જય ખન્નાનું વજન 136 કિલો પહોંચી ગયું હતું પરંતુ તેણે માત્ર 6 મહિનામાં 43 કિલો વજન ઓછું કરી નાખ્યું. તેણે મીડિયાની સાથે તેની વેટ લોસ જર્ની પણ શેર કરી. જાણો આખરે કઈ રીતે તેણે વજન ઘટાડ્યું.

આવો ડાયટ ફોલો કર્યો

બ્રેકફાસ્ટ: કોફી, ટોસ્ટ, શાકભાજી

લન્ચ: બે રોટલી, શાક, રાયતું અને સલાડ

ડિનર: બે રોટલી, શાક અને રાયતું. વચ્ચે સનેક્સ પણ લેતો હતો.

એક સમયે તે 2000 જેટલી કેલરી લેતો હતો.

પાતળા થવાની ઈચ્છા રાખનારા લોકો માટે ઈન્સ્પાયરિંગ સ્ટોરીઃ ક્યારેક 136 કિલો થઈ ગયું હતું વજન, પણ શરૂ કરી આ વસ્તુઓ અને 6 મહિનામાં દેખાવા લાગી અસર

-એક સમય એવો હતો જ્યારે તે રોજની 2 હજાર કેલરી ઈન્ટેક કરતો હતો.

-જ્યારે વજન ઘટાડવાનો નિર્ણય લીધો ત્યારે કેલરી કાઉન્ટ કરવાનું શરૂ કર્યું.

– તેનાથી ખબર પડી કે જરૂરથી વધારે કેલરી લેવાથી શરીરમાં ચરબી વધે છે.

-ત્યારબાદ ધીરે-ધીરે કેલરીની માત્રા ઘટાડતો ગયો અને તેનાથી શરીરમાં ચરબી પણ ઘટવા લાગી.


નથી કર્યું કોઈ વર્કઆઉટ

-તેણે વર્કઆઉક નથી કર્યું, તે કહે છે કે ડાયટિંગથી જ મારું વજન ઘટી ગયું. તે બહુ વધારે કેલરી ઈન્ટેર કરતો હતો એટલે સૌથી પહેલાં તેને કંટ્રોલ કર્યું.

-તે યૂટ્યૂબ પર ફિટનેસ વીડિયો જોઈને હમેશાં મોટીવેટ થતો હતો. ખુદને કોઈપણ સંજોગે બદલવા માગતો હતો.

-તે કહે છે કે ક્યારેય પ્રયત્નો કરવાનું છોડવું નહીં, હાર માનવી નહીં અને પોતાની જાત સાથે પ્રેમ કરવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો