વિદ્યાર્થીઓને લેવા રોમાનિયા ગયેલા મંત્રી સિંધિયાને ત્યાંના મેયરે તતડાવ્યા: કહ્યું વિદ્યાર્થીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા અમારી સરકારે કરી છે તમારી સરકારે નહી

ઓપરેશન ગંગા હેઠળ રોમાનિયા ગયેલા ભારત સરકારના ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્યને પોતાની જ સરકારની વાહવાહી કરવાનું ભારે પડી ગયું હતું. રોમાનિઆના મેયરે અધવચ્ચેથી અટકાવીને સિંધિયાની રીતસરના તતડાવી નાંખ્યા હતા અને કહ્યું હતું કે તમારા વિદ્યાર્થીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા અમારી સરકારે કરી છે તમારી સરકારે નહી. કોંગ્રેસે આમાં પણ રાજકારણ શોધીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને મજા લીધી છે.

રોમાનિઆ ગયેલા PM મોદી કેબિનિટના સિવિલ એવિએશન મિનિસ્ટર જયોતિરાદિત્ય સિંધીયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં રોમાનિઆને મેયર સિંધિયાને વચ્ચે ટોકતા નજરે પડે છે. જો કે વીડિયોમાં છેલ્લે સિંધિયા રોમાનિઆના અધિકારીઓનો આભાર વ્યકત કરતા નજરે પડી રહ્યા છે.

હકિકતમાં, મોદી સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ પોતાની કેબિનેટના 4 સિનિયર મંત્રીઓને યુક્રેનની આજુબાજુના દેશોમાં મોકલ્યા છે. નાગરિક ઉડ્ડ્યન મંત્રાલય આ ઓપરેશન હેઠળ રોમાનિઆ પહોંચ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સિંધિયા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. સિંધિયાએ પોતાના વકત્વયમાં ભારત સરકારની વાહવાહી શરૂ કરી તો તરત ડ રોમાનિઆના મેયરે તેમને વચ્ચેથી અટકાવીને કહ્યું હતું કે તમારા વિદ્યાર્થીઓને ખાવાની અને રહેવાની વ્યવસ્થા અમારી રોમાનિઆ સરકારે કરી છે તમારી ભારત સરકારે નહી.

રોમાનિઆના મેયર એવું કહેતા નજરે પડી રહ્યા છે કે તમે માત્ર તમારી જ વાત કરો. મેયરની વાત સાંભળીને જયોતિરાદિત્ય થોડા અસહજ થઇ જાય છે અને ચિઢાયેલા સ્વરમાં કહે છે કે મારે શું બોલવાનું છે તે હું નક્કી કરીશ. જો કે મેયરની વાત પર વિદ્યાર્થીઓ તાળીનો ગડગડાટ કરતા સિંધિયા મુંઝવણમાં મુકાઇ ગયા હતા.

વીડિયો વાયરલ થતા લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યુ કે જે રીતે અહંકારમાં સિંધિયાએ રોમાનિઆના અધિકારી સાથે વાત કરી છે તે જોતા આગળ જતા વિદ્યાર્થીઓને મદદ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. એક યૂઝરે લખ્યું કે મુશ્કેલ સમયમા પણ પોતાની વાહવાહી છોડતા નથી.

મનોજ તિવારી પૈરોડી હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગાની પોલ ખોલી રહ્યા છે.

ઓપરેશન ગંગા હેઠળ રોમાનિઆ અને માલ્ડોવ ગયેલા સિંધિયા મંગળવારે રાત્રે શેલ્ટર હોમમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે 45 મિનિટ રોકાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો