ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો: વડોદરામાં બ્રાન્ચ મેનેજર અને કર્મીઓએ 1.29 કરોડની છેતરપીંડી કરી
ભારતીયોમાં સોનુ ખરીદવુ એ પરંપરા હોય છે. જરૂરિયાત સમયે અને સંકટ સમયે આ જ સોનુ કામમાં આવે છે. અનેક લોકો ગોલ્ડ પર લોન લઈને રૂપિયા મેળવતા હોય છે. પરંતુ વડોદરામાં ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
કિરણે ગ્રાહકોના 23 પેકેટ સગેવગે કર્યા
હરણી વારસીયા રીંગ રોડની આઇઆઇએફએલ કંપની સાથે બેંકના મહિલા સહિત 2 બ્રાન્ચ મેનેજર અને કર્મીઓએ 1.29 કરોડની છેતરપીંડી કરતાં વારસીયા પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અનેક ગ્રાહકોએ સોનાના દાગીના ગિરવે મૂક્યા હતા. પરંતુ આઇઆઇએફએલ કંપનીના બ્રાન્ચ મેનેજર કિરણબેન ગોપીચંદ પુરુષવાણીએ દાગીના બેંકમાં જમા કરાવ્યા ન હતા. એટલુ જ નહિ, કર્મચારીઓએ મળીને એક ગ્રાહકના પેકેટમાંથી સોનુ ચોર્યુ હતું, આવુ તેમણે અનેક ગ્રાહકોના દાગીના સાથે કર્યું હતું. કિરણે ગ્રાહકોના 23 પેકેટ સગેવગે કર્યા હતા.
અન્ય કર્મચારીઓએ પણ સાથ આપ્યો
કિરણને બેંકના અન્ય કર્મચારીઓએ પણ સાથ આપ્યો હતો. વારસીયા પોલીસમાં કંપનીના રીજનલ મેનેજર નિખીલ સિંઘે કંપનીના બ્રાન્ચ મેનેજર કિરણબેન ગોપીચંદ પુરુષવાણી, આસિસટન્ટ મેનેજર વિકીતા રવિ ચૌહાણ અને પ્રિયલ મનસુખ ગોહિલ, કર્મચારી દિલીપ સતિષ જાડેજા, ડભોઇ બ્રાન્ચ મેનેજર વિશાલ પરેશ ઓડ, અંબિકા જ્વેલર્સ વાઘોડીયા રોડના વિકાસ પંકજ ઝીંઝુંવાડીયા તેમજ સોની રમેશ હોતચંદ શીતલાણી સામે ફરિયાદ નોંધાવી છે.
બ્રાન્ચ મેનેજર સહિત ચાર કર્મચારીઓની ધરપકડ
ભેજબાજો દ્વારા ગ્રાહકો સાથે 1.29 કરોડની છેતરપીંડી આચરવામાં આવી છે. ગ્રાહકોના દાગીના પર જ મેનેજરે બોગસ ગ્રાહકો ઉભા કરી અન્ય સ્થળે લોન લીધી હતી. જેમાં એક ગ્રાહકનું અડધું સોનુ બદલી નકલી મૂકી દેવાયું હતું. પોલીસે બ્રાન્ચ મેનેજર સહિત ચાર કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટમાંથી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..