વિશ્વની બીજા નંબરની લાંબી દીવાલ તરીકે પ્રખ્યાત થયેલો કુંભલગઢ કિલ્લો રાજસ્થાનની વીરતાનો સાક્ષી પૂરે છે, કુંભલગઢના ઈતિહાસની કેટલીક રોચક જાણો
દુનિયામાં બીજા નંબરની સૌથી લાંબી દીવાલ 36 કિલોમીટર જે ભારતના કુંભલગઢ કિલ્લાની દીવાલ છે. જે ચંદ્રની ધરતી પરથી નરીઆંખે જોઈ શકાય છે. હાલ અહીં કુંભલગઢ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દેશ-વિદેશથી અનેક લોકો પ્રવાસે આવે છે. આ મહોત્સવની રસપ્રદ વાતો અને કુંભલગઢના ઈતિહાસની કેટલીક રોચક બાબતો જાણીશું.
દુનિયાની બીજા નંબરની દીવાલ વિશે જાણી તે પહેલાં પ્રથમ નંબરની ચીનની દીવાલ 21,196 કિલોમીટર લાંબી દીવાલનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. રાજસ્થાનમાં મેવાડનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને ગૌરવશાળી છે. અહીનો દરેક વિસ્તાર, કિલ્લા, મહેલ, અભ્યારણ અને કોઈપણ ઐતિહાસિક-સ્થળ ખૂબ જ રસપ્રદ છે. આ દીવાલને 15મી સદીમાં રાણા કુંભાએ બનાવી હતી. જો કે હાલ 2013માં યુનેસ્કોએ કુંભલગઢ કિલ્લાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવેલ છે.
કુંભલગઢનો ઈતિહાસ-
રાણા કુંભાએ 1458 ઈ.સ.માં કુંગલગઢ કિલ્લો બનાવડાવ્યો હતો, એટલા માટે તેનું નામ કુંભલગઢ આપવામાં આવ્યું છે, કિલ્લાનું નિર્માણ અશોકના પ્રપૌત્ર જૈન રાજા સમ્પ્રતિના ખંડેર પર કરવામાં આવ્યું હતું. રાણા કુંભા સિસોદિયા વંશના રાજા હતાં તેમને વાસ્તુકાર મંદાનને કિલ્લાની વાસ્તુકલા નક્કી કરવાનું કામ સોપ્યું હતું. તેને બનાવવામાં લગભગ 15 વર્ષ લાગ્યાં હતાં. રાણા કુંભાનું સામ્રાજ્ય મેડાવથી ગ્વાલિયર સુધી ફેલાયેલું હતું, પોતાના રાજ્યને સુરક્ષિત કરવા માટે રાજા કુંભાએ કુંભલગઢ કિલ્લા સિવાય 31 બીજા કિલ્લા પણ બનાવડાવ્યાં હતા, જ્યારે એક અન્ય તથ્ય પ્રમાણે તેમને પોતાના પૂરાં સામ્રાજ્યમાં કુલ 84 કિલ્લા પણ બનાવ્યાં હતાં.
કિલ્લાના બાંધકામ સાથે જોડાયેલાં રોચક તથ્ય-
એવું માનવામાં આવે છે કે હકીકતમાં રાણા કુંભાએ કુંભલગઢ બનાવ્યો ન હતો, કિલ્લો 15 મી શતાબ્દી પહેલાંથી મોજુદ હતો એવા પ્રમાણ પણ મળ્યા છે, તે પ્રમાણે શરૂઆતમાં આ કિલ્લો મૌર્ય વંશના રાજા સમ્પ્રતિએ 6ઠ્ઠી શતાબ્દીમાં બનાલ્યો હતો અને તેનું નામ મચિન્દરપુર રાખવામાં આવ્યું હતું.
રાણા કુંભાએ બનાવેલી દીવાલ-
કિલ્લાને બનાવવાની શરૂઆત ખૂબ જ મુશ્કેલ હતી, તેની દીવાલ બનાવતાં પહેલાં પડી ગઈ હતી. ત્યારબાદ એક સાધુની સલાહથી મહેર બાબા નામના વ્યક્તિની માનવ બલિ આપવામાં આવી હતી, પારંપરિક રીતે તેના માથાને ધડથી અલગ કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું માથુ અલગ થઈ ગયું અને જે ગબડીને પડાહની નીચે આવી ગયું જ્યાં મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જ્યાં ધડ પડ્યું હતું ત્યાં દીવાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
19મી શતાબ્દીના અંતે રાણા ફેતેહ સિંહે આ ગઢનું પુનરુત્થાન કરાવ્યું હતું, કિલ્લાના ઈતિહાસમાં મેવાડી શાસકોના સંઘર્ષ અને શાસનની અનેક કથાઓ જોડાયેલી જોવા મળે છે.
રાણા કુંભા અને કુંભગલગઢ-
રાણા કુંભાની પાસે અનેક તેલના દીવાઓ હતા જેને તેઓ દર સાંજે પ્રગટાવતાં હતાં, તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે નીચે કામ કરી રહેલાં ખેડૂતો સુધી પ્રકાશ પહોંચે, જો કે એવું પણ માનવામાં આવે છે કે જોધપુરની રાણીને આ લાઈટ્સ અને રાણા કુંભાની પ્રત્યે ખૂબ જ આકર્ષણ થઈ ગયું હતું તે કુંભલગઢ કિલ્લા સુધી આવી ગઈ હતી પરંતુ કુંભાએ તેને આ અસહજ સ્થિતિને સહજ બનાતવતાં તેને પોતાની બહેન તરીકેનું સન્માન આપ્યું હતું.
રાણા કુંભા જ્યારે 1468માં પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે તેમના પુત્ર ઉદય સિંહ પ્રથમે તેમની હત્યા કરી દીધી હતી, જો કે તેમની હત્યા કુંભલગઢ કિલ્લામાં કરવામાં આવી ન હતી, પરંતુ ચિત્તોડના એકલિંગજી મંદિરમાં કરવામાં આવી હતી, પરંતુ કુંભલગઢ પોતાના નિર્માતાનો સાક્ષી રહ્યો હતો.
કુંભલગઢ પર આક્રમણ થયું હતું-
અનેક યુદ્ધોના સાક્ષી રહેલાં આ ગઢને ભેદવો ખૂબ જ મુશ્કેલ હતો, રાજપૂત રાજાઓએ ખતરાઓની પરિસ્થિતિઓમાં અનેકવાર આ કિલ્લાના મહેલોમાં શરણ લીધી હતી. અલ્લાઉદ્દીન ખિલજીએ કિલ્લા પર આક્રમણ કર્યું હતું, ત્યારબાદ બીજું આક્રમણ અહમદ શાહે કર્યું હતું પરંતુ તેને નિષ્ફળતા મળી હતી, અહમદ શાહે બનમાતા મંદિરને ધ્વસ્ત કર્યું હતું જો કે એવું પણ માનવામાં આવે છે કે દેવતાઓએ કિલ્લાને આક્રમણ અને ક્ષતિથી બચાવ્યો હતો.
ખિલજીએ 3 વાર કિલ્લા પર આક્રમણ કર્યું હતું-
મહેમૂદ ખિલજીએ 1458, 1459 અને 1467 માં કિલ્લા પર આક્રમણ કર્યું હતુ, પરંતુ તે કિલ્લો જીતી શક્યો ન હતો. અકબર, મારવાડના રાજા ઉદયસિંહ, આમેરના રાજા માનસિંહ અને ગુજરાતના મિર્જાએ પણ કિલ્લા પર આક્રમણ કર્યું હતું, રાજપૂતોએ પાણીની ખોટ પડવાને લીધે સમર્પણ કરી દીધું હતું, હકીકતમાં કુંભલગઢ કિલ્લાને માત્ર યુદ્ધમાં હારનો સામનો કર્યો પડ્યો હતો તેની પાછળનું કારણ માત્ર પાણીની ખોટ હતી. એવું માનવામાં આવે છે કે 3 માળીઓએ આ કિલ્લા સાથે વિશ્વાસઘાત કર્યો હતો, અકબરના સેનાપતિ શાહબાજ ખાને કિલ્લાને પોતાના નિયંત્રણ હેઠળ રાખ્યો હતો. 1818 માં મરાઠાઓએ કિલ્લા પર કબ્જો કર્યો હતો.
કિલ્લાના ઈતિહાસ સાથે જોડાયેલા કિલ્લા અને કહાનીઓ-
1535 માં જ્યારે ચિત્તોડગઢ કિલ્લા પર મુગલોનું આધિપત્ય થઈ ગયું ત્યારે રાણા ઉદય સિંહ ઘણો નાનો હતો તે વખતે તેને કુંભલગઢ કિલ્લામાં લાવવામાં આવ્યો હતો અને અહીં ઉદય સિંહને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. પન્નાધાયે પોતાના બાળનું બલિદાન આપીને રાજવંશનું રક્ષણ કર્યું હતું, ઉદય સિંહ એ રાજા હતો જેને ઉદયપુર વસાવ્યું હતું.
કિલ્લામાં લાખો ટેંકો પણ હતી જેને રાણા લાખાએ બનાવડાવી હતી, કિલ્લામાં એક સુંદર મહેલ પણ હતો જેનું નામ બાદલ મહલ છે, જેને બાદલનો મહેલ પણ કહેવામાં આવે છે, અહીં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો.
કિલ્લાની વિશેષતાઓ-
કુંભલગઢ કિલ્લો રાજસ્થાનમાં ચિત્તોડગઢ પછી બીજો સૌથી મોટો કિલ્લો છે, તે ઉદયપુરથી 64 કિલોમીટર દૂર રાજસમદ જિલ્લામાં પશ્ચિમી અરવલ્લીના પહાડોમાં આવેલ છે. 13 પહાડો ઉપર બનેલ કિલ્લો સમુદ્રથી 1914 મીટર ઊંચો છે, કિલ્લાની લંબાઈ 36 કિલોમીટર છે જેને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. કિલ્લાની દીવાલ એટલી પહોળી છે કે એક હરોળમાં 8 ઘોડા એકસાથે ઊભા રહી શકે.
કિલ્લામાં સાત દરવાજા છે, કિલ્લામાં અનેક મહેલ, મંદિર અને ઉદ્યાન છે જે આકર્ષણનું કેન્દ્ર છે, કિલ્લામાં 360થી વધુ મંદિરો છે, આ બધામાં શિવ મંદિર સૌથી વધુ મહત્વપૂર્ણ છે જેમાં એક ખૂબ જ મોટું શિવલિંગ છે. અહીં એક જૈન મંદિર છે, કિલ્લામાં આવેલ જૈન અને હિન્દુ મંદિરો એ સમયે રાજાઓની ધાર્મિક સહિષ્ણુતાને દર્શાવે છે કે કેવી રીતે તેમને ધ્રુવીકરણ કરીને જૈન ધર્મને પણ રાજ્યમાં પ્રોત્સાહન આપ્યું હતું.
કુંભલગઢ કિલ્લાના રસ્તાઓમાં ગોળગોળ રસ્તાઓ આવે છે અને આસપાસ ગાઢ જંગલ છે. આ રસ્તાઓ અરૈત પોલમાં ખુલે છે જ્યાંથી વાચ-ટાવર અને હલ્લા પોલ, હનુમાન પોલ, રામ પોલ, ભૈરવ પોલ, પઘારા પોલ, તોપ-ખાના પોલ અને નિમ્બૂ પોલ રસ્તામાં આવે છે.
કુંભલગઢ કિલ્લો રાજસ્થાનના મહત્વપૂર્ણ પ્રવાસના સ્થળોમાંથી એક છે, અહીં પ્રાકૃતિક સૌંદર્યની સાથે ઔતિહૈસિક જાણકારી પણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.