ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે અનેક ફાયદા, પગમાં ક્યારેય નહીં આવે સોજો
તુંદરસ્ત રહેવા માટે નિયમિત ચાલવું જરૂરી છે. પરંતુ એના કરતા પણ વધુ ફાયદો ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો.
પગમાં સોજો નહીં આવે
મોટાભાગે વધતી ઉંમર સાથે લોકોના પગમાં સોજો આવવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ડોક્ટર્સની ફી ચૂકવતાં-ચૂકવતાં બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય છે. પરંતુ તમને આ સોજા અને તેના દુખાવામાંથી રાહત નથી મળતી. ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી તમે આ તકલીફ દૂર કરી શકો છો. લીલા ઘાસ પર ચાલવાથી ઓક્સિજનયુક્ત બ્લડ તમારા બોડીમાં યોગ્ય રીતે સર્ક્યુલેટ થાય છે. તેથી પગમાં સોજો નથી આવતો.
અનિદ્રા કન્ટ્રોલ કરે
ઊંઘ ન આવવાના રોગને અનિદ્રા કહેવાય છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર છે. આ રોગમાં માણસને પૂરતી ઊંઘ નથી આવતી. ઘાસ પર ખુલ્લા પગે ટહેલવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. સાંજના સમયે જો તમે દરરોજ 15 મિનિટ ઘાસ પર ચાલશો તો તમને માનસિક રાહત મળશે અને રાત્રે ઊંઘ આવી જશે.
આંખની રોશની તેજ થશે
આપણા પગમાં એક પ્રેશર પોઇન્ટ હોય છે. ઘાસ પર સવારે ખુલ્લા પગે ચાલવાથી આ પ્રેશર પોઇન્ટ દબાય છે. એવું માનવામાં આવે છે કે ઘાસના લીલા રંગને જોવાથી આંખને રાહત અને ઠંડક મળે છે. તેથી સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખનું તેજ વધે છે.
નર્વસ સિસ્ટમ તંદુરસ્ત બનશે
ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી પગના ખાસ એક્યુપંક્ચર પોઇન્ટ ઉત્તેજિત થાય છે, જે આપણાં શરીરની નર્વસ સિસ્ટમમાં સુધાર લાવે છે. નિયમિત ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી વેરિકોઝ વેન્સના કારણે દુખાવો ઓછો થાય છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદાકારાક સાબિત થાય છે.