મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? તમે જાતે જ આ લિંક પર ક્લિક કરીને ચેક કરીલો

રાજ્યની 26 લોકસભા બેઠક પર થોડા દિવસ બાદ ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેજો નહીંતર દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર રિપોર્ટ મુજબ, કુલ 6.7 લાખ મતદારોના યાદ મતદાર યાદીમાંથી ગુમ છે. ચૂંટણી રજિસ્ટ્રેશન ઓફિસર્સે કરેલી ચકાસણી મુજબ, ઘર બદલવું કે અન્ય કોઈ કારણોસર મતદારોના નામ યાદીમાંથી ગાયબ છે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળેલી રેકોર્ડની માહિતી મુજબ મોટાભાગે અમદાવાદ અને સુરત જિલ્લાના મતદારોના નામ યાદીમાંથી ભૂંસાયા છે.

આટલા મતદારોના નામ થયા રદ

2014માં 9.5 લાખ મતદારોના નામ યાદીમાંથી રદ થયા હતા જ્યારે 2019માં આ આંકડો 6.7 લાખની નજીક છે. અગાઉ 4 લાખ જેટલા નામ છેકી નાખવામાં આવ્યા હતા અને છેલ્લે કરેલા યાદીના પુનરાવર્તન વખતે 2.7 લાખ જેટલા નામ દૂર કરવામાં આવ્યા છે. જણાવેલા એડ્રેસ પર મતદાર ન હોય તો નામ રદ કરવાની સત્તા ERO (ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર) પાસે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું હોય તેના બદલે અન્ય વ્યક્તિ યાદીમાંથી નામ દૂર કરાવી શકે છે.

વિવિધ કારણોસર નામ રદ થાય છે

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ કહ્યું, “2019માં કુલ 10.72 લાખ મતદારો નવા ઉમેરાયા છે. વિવિધ કારણોસર 4 લાખ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે. છેલ્લા રાઉન્ડ બાદ 6.7 લાખ જેટલા નામ રદ થયા છે. 2015 બાદ નામ રદ કરવા માટે સુઓ-મોટો કરવાનું બંધ કરી દીધું છે. જો કોઈએ ફોર્મ-7 ભર્યું હોય તો જ નામ રદ કરાય છે. ફોર્મ-7 કોઈ પણ ભરી શકે છે, તમારા પાડોશી પણ. નામ રદ કરવાના મુખ્ય કારણોમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ અને કાયમ માટે જે-તે સ્થળ છોડીને જવાનો સમાવેશ થાય છે.”

ચૂંટણીપંચે આપેલું આઇ-કાર્ડ હોય તો પણ, (અને ઘરે ચૂંટણીપંચની ફોટોવાળી ચિઠ્ઠી ન આવી હોય તો ખાસ), મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરી લેજો. જેથી છેલ્લી ઘડીએ સીન ન થાય.

અમે મતદાર યાદી માં અમારૂ નામ ચેક કર્યુ . શું તમે તમારૂ નામ ચેક કર્યુ ? જો નામ ચેક ના કર્યું હોય તો અત્યારે જ આ લીંક ઉપર જઈ તમારૂ નામ ચેક કરો

http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

અહીં જઈને તમે તમારા શહેર, તાલુકા, ગામ કે મહોલ્લાની ફોટાવાળી મતદારયાદી પી.ડી.એફ વર્ઝનમાં જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. અથવા તો

http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx

અહીં જઈને તમે તમારૂ નામ અથવા ચુંટણીકાર્ડ નંબર નાખીને મતદાર યાદીમાં નામ ચેક કરી શકશો.

આટલી આગમચેતી રાખવાથી કોઈ તમારા મતાધિકાર ઉપર તરાપ મારી નહી શકે … અને ચુંટણીના દાડે રાડારાડ કરવાથી બચી જસો.. જનહિત માં જારી

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને લોકોને જાગૃત કરવાના કાર્યમાં સહયોગ આપજો.. જય હિન્દ.. જય ભારત..

આ પણ વાંચજો..

આચાર સંહિતા એટલે શું ? આચાર સંહિતામાં કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો