વિવેકાનંદજીની 10 એવી વાતો, જેનાથી તમારી તમામ પરેશાનીઓ ખતમ થઈ શકે છે
રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ હતા. 1893માં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ મહાસભા થઈ હતી, જેમાં વિવેકાનંદજીએ ભાષણ આપ્યુ હતુ. આ ભાષણ પછી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણએ રામકૃષ્ણ પરમહંસ મિશનની શરૂઆત કરી હતી. અહીં જાણો સ્વામી વિવેકાનંદના કેટલાક એવા વિચાર, જેનું ધ્યાન રાખવા પર તમે સફળતા હાંસલ કરી શકો છો.
– જે સમયે જે કામ માટે પ્રતિજ્ઞા કરો, તેને એ જ સમયે કરવું જોઈએ, નહીં તો લોકોનો તમારા ઉપરથી વિશ્વાસ ઊઠી જશે.
– આપણે એ છીએ, જે આપણાં વિચારોએ આપણને બનાવ્યા છે. એટલે આ વાતનું ધ્યાન રાખો કે તમે શું વિચારો છો. જેવું તમે વિચારો છો એવા બની જાઓ છો.
– જ્યાં સુધી તમે પોતાના ઉપર વિશ્વાસ નહીં કરો, ત્યાં સુધી તમે ભગવાન ઉપર વિશ્વાસ નહીં કરી શકો.
– સત્યને હજાર રીતે જણાવી શકાય છે, છતા બધુ જ સત્ય જ હશે.
– જે દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે, તમે વિશ્વાસ કરી શકો છો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો.
– આપણે જેટલા વધુ બહાર જઈશું અને બીજાનું સારું કરીશું, આપણું હ્રદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્મા તેમાં વાસ કરશે.
– આપણે ભગવાનને શોધવા ક્યાં જઈ શકીએ છીએ, જો તેને તમારા હ્રદય અને દરેક જીવિત પ્રાણીમાં ન જોઈ શકો.
– તમારે અંદરથી બહારની તરફ વિકસિત થવાનું છે. કોઈ તમને અભ્યાસ નથી કરાવી શકતું, કોઈ તમને આધ્યાત્મિક નથી બનાવી શકતું, તમારી આત્મા સિવાય કોઈ અન્ય ગુરુ નથી.
– પહેલા દરેક સારી વાતની મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને પછી તેને સ્વીકાર કરી લેવામાં આવે છે.
– કોઈ પણ વસ્તુથી ડરો નહીં. તમે અદભુત કામ કરશો. આ નિર્ભયતા જ છે જે પળવારમાં પરમ આનંદ અપાવે છે.