જામકંડોરણા માં વિઠ્ઠલભાઈ રાદડીયાના જીવન પર આધારિત ફિલ્મ ‘વિઠ્ઠલા’ રિલીઝ
સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત અને શુરવીરોની ભૂમિ જયા સેવા અને સમર્પણ આપી ઈતિહાસમાં જેનુ નામ સુર્વણ અક્ષર લખાય છે આવા જ એક મહામાનવ વિઠ્ઠલભાઈ રાદડીયાએ દરેક સમાજના નાનામાં નાના માણસને પોતાનો ગણી જે લોક સેવા કરી અને આ પ્રાંતનું નામ ઉજળું કરેલ છે. ગુજરાતના સીમાડાઓ વટાવો જયાં આશ્રયસ્થાનો ઉભા કરી છે. તેવા વિઠ્ઠલભાઈ રાદડીયાના જીવનચરિત્રથી પ્રભાવિત થઈ વી.કે.મલ્ટીમીડીયાના પ્રોડયુસર અને યુવાન કિશન પટેલ ફિલ્મનું નિર્માણ કરેલ જેનો માત્ર એટલો ઘ્યેય આવા માણસના જીવનમાંથી કંઈક બોધપાત્ર લઈ સમાજ અને દેશનું ભલુ થાય તે માટે યુવાનોમાં જાગૃતિ આવે આવ હેતુથી આજે ‘વિઠ્ઠલા’ ફિલ્મ જામકંડોરણાના આજુ બાજુના વિસ્તારના ગામોમાં સર્મપણની મુર્તિ સમાન વિઠ્ઠલા ફિલ્મ રીલીઝ કરી.
આવતીકાલ તારીખ 10 ને બુધવાર ના રોજ આપણાં આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબના જીવન પર આધારિત ફિલ્મ “વિઠ્ઠલા”જામ કંડોરણા માં સરદાર પટેલ કોમ્યુનેટી હોલમા બતાવવામાં આવશે જેની ટિકિટ 30 રૂિપયા છે સમય ૨-૩૦કલાકે બપોરના માત્ર બહેનો માટે બીજો શો રાત્રીના ૯ કલાકે ભાઈઓ માટે જે વહેલા તે પહેલા ના ધોરણ શો રાખવામાં આવેલ છે.