વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થાય છે ઘણી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો, જાણો અને શેર કરો
તંદુરસ્તી માટે વિટામિન બી12 (Vitamin B12) ખૂબ જ જરૂરી છે. આ વિટામીનના કારણે શરીરનો વિકાસ થાય છે, કોશિકાઓ (cell) અને લોહી (blood) બને છે. તેમજ પ્રોટીન તથા ટીશ્યુનું સંશ્લેષણ થાય છે. વિટામીન બી12 શરીરને પોષણ આપે છે. આ સાથે એનેમિયા (Anemia), થાક, હાથપગનું સુન્ન થઈ જવું કે ઝણઝણાટી આવી જેવી સમસ્યાની સારવારમાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, લોકોમાં વિટામીન બી12ની ઉણપ સૌથી વધુ જોવા મળે છે. આંકડા પરથી જણાઈ આવે છે કે, વિશ્વમાં 15 ટકા લોકોમાં વિટામીન બી12ની ઉણપ હોય છે. જ્યારે 40 ટકા લોકોના શરીરમાં વિટામીન બી12 બોર્ડરલાઈન (borderline) પર છે. વિટામીન બી12 શરીરમાં કુદરતી રીતે બનતું નથી અને તે બધા જ ખોરાકમાં મળતું નથી. જેના કારણે આ વિટામિનની ઉણપ સૌથી વધુ જોવા મળે છે.
વિટામિન બી12 સીફૂડ, ઇંડા અને મરઘાં જેવા કેટલાક ખોરાકથી મેળવી શકાય છે. બીજી તરફ શાકાહારીઓ પાસે વિટામીન બી12 મેળવવાના ખૂબ ઓછા વિકલ્પ છે. અમુક શાકભાજી અને ફ્રુટમાંથી જ વિટામીન બી12 મળે છે. જેથી વિટામીન બી12ની ઉણપ શાકાહારીઓમાં વધુ જોવા મળે છે. અહીં વિટામિન બી12નું ઉણપના કારણે શરીર પર શું અસર થાય છે? કેવા લક્ષણો દેખાય છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.
જીભના આકારમાં ફેરફાર
શરીરમાં વિટામિન બી12 ઉણપ છે કે નહીં તે વાત જીભ ઉપરથી જણાય આવે છે. જો તમારા શરીરમાં વિટામીન બી12ની ઉણપ હોય તો તમારી જીભની સપાટી પર રહેલી પેપિલે નામની સ્વાદની કોશિકાઓ નષ્ટ થાય છે. ઉણપના કારણે જીભમાં દુ:ખાવો અથવા સ્વાદમાં પરિવર્તનનો અનુભવ પણ થઈ શકે છે. તેમજ જીભ ફૂલી જાય અને બળતરાનો અનુભવ પણ થાય છે.
હાથમાં ખૂંચતુ હોય તેવો અનુભવ
વિટામિન બી12ની ઉણપના કારણે ચેતાકોષો બગડે છે. પરિણામે હાથ અને પગમાં પિન કે સોય ખૂંચતી હોય તેવી પીડાદાયક વેદના થાય છે. વિટામિન બી12 ચેતાકાર્યને નિયંત્રિત કરવામાં અને RBCના ઉત્પાદનને સરળ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન બી12ની ઉણપના કારણે ચક્કર આવવા, થાક લાગવો અને લથડવા જેવા લક્ષણો અનુભવાય છે.
ભૂલી જવાની તકલીફ
વિટામિન બી12 નર્વ ફંક્શનને કંટ્રોલ કરે છે. જેથી વિટામિન બી12ની ઉણપ સીધી મગજને અસર કરે છે. જેના કારણે ભૂલી જવું, મૂંઝવણ અને વિમુખતા જેવો અનુભવ થાય છે. જે લોકોમાં વધુ ઉણપ હોય તેઓને મિમિક ડિમેન્શિયા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
તાણ-ચિંતા અને મૂડ પ્રોબ્લેમ્સ
વિટામિન બી12ના કારણે મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા મહત્વપૂર્ણ ન્યુરોટ્રાન્સમીટર રસાયણોના ઉત્પાદન થાય છે. જેથી વિટામિન બી12ની ઉણપના કારણે ચિંતા, તાણ (anxiety) અને મૂડમાં તકલીફો ઉભી થઇ શકે છે. વિટામિન બી12ની વધુ ઉણપ હોય તો માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. જેના કારણે તણાવનો શિકાર થવાનું જોખમ વધે છે. આ ઉપરાંત હૃદયના ધબકારા અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પણ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..