ખંડણીના રેકેટનો પર્દાફાશ: વિદેશ જવા ઈચ્છતા ગુજરાતીઓને દિલ્હી અને કોલકાતામાં ગોંધી રખાયેલા ગુજરાતી પરિવારોને ગુજરાત પોલીસે છોડાવ્યા

એલસીબી-2એ દિલ્હી પોલીસના સ્પેશયલ સેલની મદદથી મહેસાણા અને અમદાવાદના વિદેશ જવા ઈચ્છતા નવયુવાન દંપતીઓને એજન્ટોની ચૂંગાલમાંથી છોડાવ્યા હતા અને વિદેશ જવા ઈચ્છુક લોકોને ગોંધી રાખી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. એલસીબીએ બાળકો સહિત કુલ 15 લોકોને રેસ્ક્યુ કર્યા છે. તપાસમાં બહાર આવ્યું હતું કે, રાજેશ નટવરલાલ નામના એજન્ટે આ લોકોને કોલકાતા અને દિલ્હી મોકલ્યા હતા અને ત્યાં આ એજન્ટના સાથીદારોએ તેમને ગોંધી રાખ્યા હતા અને આ લોકોના પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચને ગત 12 ફેબ્રુઆરીએ રજૂઆત મળી હતી કે, ગાંધીનગર જિલ્લાના ખરણા ગામ, મહેસાણા તથા અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી છેલ્લા બે મહિનાથી દિલ્હી તેમજ કોલકાતા બોલાવી રૂપિયા પડાવવા માટે ગોંધી રખાયા છે. આ ફરિયાદ મળતાં એલસીબી-2 પીઆઈ જે એચ સિંઘવ અને પીએસઆઈ એસ પી જાડેજા અને તેમની ટીમને આ અંગે તપાસ સોંપાઈ હતી. એલસીબી-2એ બે અલગ-અલગ ટીમો બનાવી હતી અને તાત્કાલિક પ્લેનથી કોલકાતા અને દિલ્હી મોકલાઈ હતી. દિલ્હીમાં સ્પેશયલ સેલની મદદથી ગોધી રખાયેલા લોકોને લોકેટ કરાયા હતા અને બાળકો સહિત કુલ 15 લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

આ લોકોને પાછા લાવી પૂછપરછ કરતા તેમણે પોલીસને જણાવ્યું હતું કે, રાજેશ નટવરલાલ પટેલ નામના એજન્ટે આ લોકોને દિલ્હી અને કોલકાતા મોકલ્યા હતા. ત્યાં સુશિલ રોય, સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી તેમને ગેરકાયદે ગોધી રાખ્યા હતા અને તેમના પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારી બંદૂકની અણીએ તેમના પરિવાર સાથે ફોન પર વાત કરાવી એવું કહેવડાવ્યું હતું કે, તેઓ કેનેડા પહોંચી ગયા છે અને એમ બોલાવી અલગ-અલગ મળી કુલ રૂ. 2.31 કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે, મહેસાણાના વસઈ ડાભલામાં રહેતા પટેલ મિતેષ રણછોડભાઈ પાસેથી 1.60 કરોડ, મોતીપુરા વિજાપુરના પટેલ મિત શૈલેષભાઈ પાસેથી રૂ. 49 લાખ, અમદાવાદ રાણીપના વિસ્તારના પટેલ આકાશ મહેન્દ્રભાઈ પાસેથી રૂ. 5.35 લાખ, રાણીપના જ પટેલ રાકેશકુમાર ગોપાળભાઈ પાસેથી રૂ. 5.30 લાખ, મહેસાણાના દુમાસણના પટેલ હિરલ ભરતભાઈ પાસેથી રૂ. 2.50 લાખ, મહેસાણાના કાશ્વના પટેલ રસ્મિકાબેન મહેશભાઈ પાસેથી રૂય 2.50 લાખ તેમજ માણસા તાલુકાના ખરણા ગામના પટેલ તેજસ પ્રવિણભાઈ પાસેથી રૂ. 81.09 લાખ રૂપિયા પડાવ્યા હતા.

પોલીસે એક એજન્ટની કરી ધરપકડ
પોલીસે હાલમાં રાજેશ નટવરલાલ પટેલની ધરપકડ કરી લીધી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત અમદાવાદના નવા નરોડામાં રહેતા એજન્ટ રમેશ સોમાભાઈ પટેલની પૂછપરછ હાથ ધરી છે.

ગાંધીનગર એસપી મયુર ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપતા જણાવ્યું કે,’ગઈકાલે મુખ્યમંત્રી તરફથી તાત્કાલીક એક પ્રાયોરિટી ઉપર એક કેસ જોવાનું જણાવાયું હતું. જેમાં માણસાના એક ફાધર છે એમણે પોતાના દીકરા અને વહુને 12મા મહિનામાં નોકરી અપાવવા માટે વિદેશ મોકલવા અહીંથી મોકલ્યા હતા અને એ લોકો આજદિન સુધી ત્યાં પહોંચ્યા ન હતા અને એ લોકોનું લોકેશન નહોંતુ મળતું.’ તેમણે કહ્યું કે, ‘આ માહિતી મળતા અમારી પ્રાયોરિટી એ હતી કે એ કપલ ક્યાં છે એને લોકેટ કરવા. તો એલસીબી પીઆઈ જે એચ સિંઘવ અને પીએસઆઈ જાડેજાની ટીમને આ કામ માટે ગઈકાલે લગાડ્યા હતા. ‘

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો