કોદરામ ગામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું અને ગુજરાતનું નામ રોશન કર્યું
વડગામ તાલુકાના કોદરામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું નામ રોશન કર્યું છે. સ્વિત્ઝરલેન્ડમાં યોજાઇ રહેલી મેચ મોબાઈલ પર જોઈ મજૂરી કરતા પિતાએ પેંડા વહેંચ્યા હતા. અનેક લોકોએ પિતાને અભિનંદન પાઠવ્યા હતા.
કોદરામના વતની રાજેન્દ્રસિંહ વદનસિંહ રાણાએ વર્લ્ડ પેરા એથ્લેટીક્સમાં ચક્ર ફેંકમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શુક્રવારે જ્યારે તેના પિતા વડગામ માર્કેટયાર્ડ નજીક લોખંડના થ્રેસર રીપેરીંગની મજૂરી કરી રહ્યા હતા. ત્યારે યુટ્યુબ પર લાઇવ ચક્ર ફેકની મેચ ચાલી રહી હતી. જે જોતા તેમાં પુત્રને પ્રથમ નંબર આવેલો જોઈ પિતા વદનસિંહની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા હતા. તેમણે તરત પેંડાનું બોક્સ મંગાવી આજુબાજુની દુકાનદારોની બોલાવી પેંડા વહેંચ્યા હતા.
વદનસિંહ રાણાએ જણાવ્યું કે ‘રાજેન્દ્રનો અભ્યાસ પાલનપુર થયો છે. 2017માં 12 ધોરણ પાસ કર્યું હતું. સારું પરફોર્મન્સ હોવાથી સ્પોર્ટ્સની તાલીમ માટે બે વર્ષથી ગાંધીનગર સાઈ ઇન્સ્ટિટયૂટ લઈ ગયા. હાલ ભારતમાંથી 26 જણને પેરા એથ્લેટિક માટે સિલેક્ટ કર્યા હતા. જેમાં બનાસકાંઠાના 2 હતા. તેમાંથી રાજેન્દ્રનો મેડલ આવતા ગામમાં ખુશી છે. અત્યાર સુધી રાજ્ય કક્ષાના છ થી સાત મેડલ મેળવ્યા છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તે હમેશા મહેનત કરતો રહે છે. તેની માતા પીનાબેન માત્ર ચાર ચોપડી ભણેલા છે અને હું ધોરણ 10 માં નાપાસ છું.’
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.