ગરીબ બાળકોની મદદ કરીને અનોખી રીતે દિવાળી ઉજવનાર વિજયભાઈ ઇટાલીયા

બોટાદના ભાવનગર રોડ પર આવેલ ફાટક પાસે વર્ષોથી શ્રમિક પરિવારો રહે છે, જેઓ તન તોડ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા ત્યાથી પસાર થતી વખતે એવું નક્કી કર્યું કે આ દિવાળી આ બાળકો માટે કઇક કરવું છે અને તેમની સાથે દિવાલી મનાવવી જોઈએ. બસ પછી તો મારા મીત્રો અને સંબંધીઓની મદદથી ૩૦ જોડી કપડા તથા ચપ્પલ, નાની બાળકી માટે નખ રંગવાની શીશી, માથામા નાખવાની તેલની શીશી, દાંતીયો, રમકડા તથા બધા પરીવાર માટે એક મીઠાઇનું બોક્સ લઇ લીધા અને બધા પરીવાર વચ્ચે આ બધી વસ્તુ વહેંચી દીધી.

આ અંગે વાત કરતા વિજય ઇટાલીયાએ આ દરમિયાન બાળકોના ચહેરા પરનું સ્મિત અને ખૂશી હતી તે અદ્વિતીય હતી.

વિજય ઈટાલીયાને આ પ્રેરણા તેમના પિતાશ્રી કાનજીભાઈ અને મોટા ભાઈ સંજયભાઇ પાસેથી મળી, તેઓ અવારનવાર અનાથ આશ્રમમાં, પાંજરાપોળમાં કે નેત્ર ચેકઅપમાં વગેરે જગ્યાએ દાન કરતા હતા.

આ સિવાય વિજયે પોતાના માતાના જન્મ દિવસ પર વૃક્ષારોપણ તથા તેમના બાળકોના જન્મ દિવસ પર ચકલીના માળા તથા રક્ત્ દાન જેવા સમાજસેવા તથા પર્યાવરણ જતનના કાર્ય કર્યા છે.

વિજય ઇટાલીયાનું કહેવું છે કે આપણે દિવાલી પર પાંચ-દસ હજાર રૂપીયા ફટાકડા અને હોટલ પાછળ ઉડાડી દઇએ છીએ, એના કરતા આ રૂપીયાનો સદ્ઉપયોગ કરી ગરીબ બાળકોને સારૂ જમવાનું, પુસ્તકો , સારા કપડા અને જીવન જરૂરિયાતની વસ્તુ આપવી વગેરે કરવાથી જે ખૂશી બાળકોના ચહેરા પર હશે, એ તમને જીંદગીભર યાદ રહેશે તથા જીવનમાં ક્યારેક તેઓ નિરાશ હશે ત્યારે તે ખુશ બાળકો સાથેના ફોટા જોશે તો તેમના મૂખ પર સ્મિત આવી જશે અને પોતાના પર ગર્વ થશે.

સંજયભાઇ તથા વિજય ભાઈ ઇટાલીયાના મતે દિવાળીને સામાન્ય રીતે આપણે આનંદ અને ઉત્સવનો તહેવાર માનીએ છીએ. પરંતુ તેમની દ્રષ્ટીએ દિવાળી એટલે જીવનમાં ફેલાયેલા અંધકારોને દુર કરીને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પર્વ. આપણા જીવનમાં દ્વેષ, ઈર્ષા, આછકલાઈ, કપટ, શત્રુતા, કોઈનું ખરાબ કરવાની આદત વગેરે જેવા અનેક અંધકારો ફેલાયેલા છે આ તમામ અંધકારોને જીવનમાંથી દૂર કરીને જીવનમાં ભક્તિ, પ્રેમ, પરસ્પર સહયોગ, એકતા વગેરે જેવા પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી. દિવાળીમાં લોકો ઘર સાફ કરીને તેને ચોખ્ખું છે પરંતુ પોતાનું હ્યદય કે મન સાફ નથી કરતા. તો આવો આ દિવાળીમાં નવા કપડાની સાથે નવા વિચારોને પહેરીએ અને જીવનને સાચી રિતે સમૃદ્ધિની દિશામાં લઈ જઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો