જાણીતા અર્થશાસ્ત્રી અને પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન
અમદાવાદ : જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવતા ડોક્ટર પટેલે કારકિર્દી દરમિયાન અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર કામગીરી નિભાવી હતી.
પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મુખ્ય આર્થિક સલાહકાર, એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ ગુજરાતનાં ફાઉન્ડર ડિરેક્ટર તથા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેક્નિકલ કન્સલ્ટન્સી લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર હતા.
ભારત ઉદ્યોગ સાહસિકતાનાં વિકાસમાં તેમનું ઘણું મહત્વનું યોગદાન રહ્યું હતું. જેના પગલે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..
આ પણ વાંચજો..
- સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ
- 106 વર્ષના નથુબા પરિવારની 5 પેઢી સાથે અડીખમ, રસોઇથી માંડીને ઘરનાં તમામ કામ કરે છે જાતે
- ભ્રૂણ હત્યા વિરુદ્ધ લડનારી આ ડોક્ટરે 25 વર્ષમાં 415 છોકરીના બચાવ્યા છે જીવ
- ગરીબીના કારણે જેણે પોતાનું બાળપણ અનાથાશ્રમમાં વિતાવ્યું, તે આજે બની ગયો છે IAS ઓફિસર